________________
૧૦૦
અમૃત-સમીપે અને એનું એક ટ્રસ્ટ પણ રચ્યું હતું. આટલી મોટી ઉંમરે પણ તેઓ દરરોજ ૮૧૦ કલાક તો વાચન-ચિંતન-લેખનમાં જ ગાળતા. એમનો દિગંબર જૈન સાહિત્યનો અભ્યાસ ઘણો ઊંડો હતો; એમણે નાનાં-મોટાં મળીને ૫૦-૬૦ પુસ્તકોનું સંપાદન કે લેખન કર્યું હતું. ઉપરાંત “સત્યોદય', “જૈનપ્રદીપ', “જૈનહિતૈષી' અને “અનેકાંત' જેવાં સામયિકોનું સંપાદન-પ્રકાશન પણ કર્યું હતું. અનેકાંત' તો અત્યારે પણ પ્રગટ થઈ રહ્યું છે. તેઓનાં સાહિત્ય-પ્રકાશન, ઇતિહાસ-અધ્યયન અને સંશોધન-સંપાદનની એક મર્યાદા એ હતી કે તેઓ દિગંબર સંપ્રદાયની દૃષ્ટિએ વધારે વિચારતા અને એને વિશેષ મહત્ત્વ આપતા, તેમ જ એ માટે વિશેષ પ્રયત્નશીલ પણ રહેતા. આ બાબતમાં તેઓ સ્વર્ગસ્થ શ્રી નાથુરામ પ્રેમીજીની નિર્ભેળ અને સત્યશોધક વિદ્યાપ્રવૃત્તિથી જુદા પડતા. આમ છતાં એમની વિદ્યાપ્રવૃત્તિ દાખલારૂપ હતી એમાં શંકા નથી.
તેઓએ “મેરી ભાવના' નામે એક ભાવવાહી કવિતાની રચના કરી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી; એની થોડીક પ્રસાદી જોઈએ – जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया । सब जीवोंको मोक्षमार्ग का, निःस्पृह हो उपदेश दिया ।। बुद्ध वीर जिन हरि हर ब्रह्मा, या उसको स्वाधीन कहो । भक्तिभावसे प्रेरित हो यह चित्त उसीमें लीन रहो ।। १ ।। फैले प्रेम परस्पर जगमें, मोह दूरपर रहा करे । अप्रिय कटुक कठोर शब्द नहीं, कोई मुखसे कहा करे ।। बनकर सब युगवीर हृदयसे, देशोन्नति-रत रहा करे । वस्तु-स्वरूप विचार खुशीसे, सब दु:ख संकट सहा करे ।। २ ।।
તેઓ જીવનભર વિદ્યાસાધના કરીને અને નિવૃત્તિના સાચા અધિકારી બનીને વિદાય થયા.
(તા. ૮-૨-૧૯૭૯)
(૨૭) જ્ઞાનચારિત્રોપાસક શ્રી ભૈરોદાનાજી શેઠિયા
શેઠ શ્રી ભૈરોદાનજી શેઠિયાનો તા. ૨૦-૮-૧૯૬૧ના રોજ એમના વતન બિકાનેરમાં સ્વર્ગવાસ થયો છે; જૈનસંઘને એક જ્ઞાન અને ચારિત્રના નિષ્ઠાવાન ઉપાસક શ્રાદ્ધરત્નની ખોટ પડી છે. ૯૫ વર્ષની વયોવૃદ્ધ ઉંમર, જીવનભર કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org