________________
૪૫૭
અમૃત-સમીપે
અમદાવાદના શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતાની તેઓએ વર્ષો સુધી માનાર્હ-મંત્રી તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદની સુપ્રસિદ્ધ જીર્ણોદ્વારકમિટીના તેઓ ૧૨ વર્ષ પ્રમુખ રહ્યા હતા. કુલ ૨૫ વર્ષ સુધી આ કમિટીમાં રહીને દેરાસરોના જીર્ણોદ્વારોનાં કામોમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદની ઑપેરા સોસાયટીના નવા જિનમંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ તેઓએ લીધો હતો.
પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીએ છ-સાત વર્ષ પહેલાં, કન્યાઓના સંસ્કાર-ઘડતર માટે સંસ્કાર-અધ્યયન-સત્રની શરૂઆત કરી તેને સફળ બનાવવામાં શ્રી કચરાકાકાએ ચિરસ્મરણીય ફાળો આપ્યો હતો.
આ રીતે વ્યવહાર, વ્યાપાર અને ધર્મ એ ત્રણે ક્ષેત્રની સુંદર સેવા બજાવી પોતાના જીવનને કૃતાર્થ કરી શ્રી કચરાકાકા ૮૩ વર્ષની પાકી ઉંમરે, ૧૭-૧૦-૧૯૭૩ના રોજ સ્વર્ગે સિધાવ્યા. ધન્ય એ જીવન !
તા.
(તા. ૧૦-૧૧-૧૯૭૩)
(૨૧) રાષ્ટ્રપ્રેમી, દાનપ્રેમી ઉદ્યોગપતિ શ્રી હિમચંદ કપૂરચંદ શાહ
કુટુંબના ઉત્કર્ષ માટે તેમ જ લોકકલ્યાણ માટે જેટલી ભાવના અને શક્તિની જરૂર પડે તેટલી અર્થની પણ જરૂર પડે. એક બાજુ સેવાની લગની અને બીજી બાજુ આર્થિક જોગવાઈ હોય તો જ જનસેવાનું કાર્ય આગળ વધી શકે આ પાયાની વાત શ્રી હિમચંદભાઈના અંતરમાં યૌવનમાં પ્રવેશ કરતાં જ વસી ગઈ. ઉપરાંત લીધેલું કામ પૂરું કરવાની એમની ટેવ હતી અને સ્વમાનને બરાબર સાચવીને દરેક કાર્યને સફળ ક૨વાનો એમનો સ્વભાવ હતો. પરિણામે ગામડાની જનતાના ભલા માટે શિક્ષણ-સંસ્થાના સ્થાપક અને સંચાલક બનવાને બદલે તેઓ દેશના એક સફળ અને સમર્થ ઉદ્યોગપતિ બની ગયા.
ગરવી ગૂર્જરભૂમિના આ યુગના એક અમર વિદ્યાસંસ્કાર-તપસ્વી શ્રી મોતીભાઈ અમીનના પરિચયે શ્રી હિમચંદભાઈમાં વિદ્યા અને રાષ્ટ્રભાવનાના સંસ્કારનું સિંચન કર્યું હતું, મહાત્મા ગાંધીજીની હાકલે એ સંસ્કારોને પ્રોત્સાહન આપ્યું; શ્રી હિમચંદભાઈ એક સાચા રાષ્ટ્રપ્રેમી બની ગયા. એમણે પૂનાની ફર્ગ્યુસન કૉલેજ છોડીને રાષ્ટ્રીય વિદ્યાતીર્થ સમી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યો. મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને એમના સાન્નિધ્યે શ્રી હિમચંદભાઈનું વિશિષ્ટ જીવન-ઘડતર કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org