________________
શ્રી કચરાભાઈ હઠીસિંગ
૪૫૫ પોતાના પુરુષાર્થને જેમ-જેમ સફળતા મળતી ગઈ તેમ-તેમ તેઓ નવાં-નવાં સાહસો ખેડવાની હિંમત કરતા ગયા; એમની વધુ ને વધુ પ્રગતિ થતી ગઈ.
અમદાવાદ હિંદુસ્તાનનું માન્ચેસ્ટર ગણાય છે, અને એનો કાપડનો ઉદ્યોગ એની સમૃદ્ધિનું મૂળ છે. શ્રી કચરાભાઈનો વ્યવસાય પણ કાપડનો જ હતો. આજે એમના પુત્ર શ્રી જસવંતલાલ પણ એ જ વ્યવસાયને અને પોતાના પિતાશ્રીના ગૌરવને સાચવી રહ્યા છે.
કાપડના જથ્થાબંધ મોટા વેપારી તરીકે શ્રી કચરાભાઈએ સારી નામના મેળવી હતી, અને વેપારી આલમમાં પણ શાણા સલાહકાર અને સુલેહ કરાવનાર આગેવાન તરીકે માન-પ્રતિષ્ઠા મેળવ્યાં હતાં.
દેશની સ્વતંત્રતાની લડત દરમિયાન વિખ્યાત બનેલ કાપડના જથ્થાબંધ વેપારની મસ્કતી માર્કેટની કારોબારી સમિતિના સભ્ય તરીકે તેઓએ ૩૦ વર્ષ સુધી ઉપયોગી સેવાઓ આપી હતી; તેમ જ એ સંસ્થાના ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ શોભાવ્યો હતો.
અમદાવાદની ‘ન્યૂ ફ્લોથ માર્કેટની સ્થાપના અને પ્રગતિમાં પણ તેઓએ ઊંડો રસ લીધો હતો. આ માર્કેટનું ખાતમુહૂર્ત પણ તેઓના શુભ હાથે જ થયું હતું, અને એનું ચેરમેનપદ પણ તેઓએ શોભાવ્યું હતું. આજે આ માર્કેટની જાહોજલાલી ખૂબ વધી ગઈ છે.
શ્રી કચરાભાઈ જેમ વ્યવહારદક્ષ અને વ્યાપારનિપુણ હતા, તેમ એમનો ધર્માનુરાગ પણ દાખલારૂપ બની રહે એવો હતો. ધર્મભાવનાનું મહત્ત્વ સમજીને તેઓ હંમેશાં બે રીતે ધર્મનો આદર કરવા પ્રયત્નશીલ રહેતા : એક તો બને તેટલા વધુ ધાર્મિક નિયમોનું પાલન કરવાનું તેઓ ધ્યાન રાખતા, અને બીજું, શ્રમણસમુદાયની, સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ કરવામાં અને સાતે ક્ષેત્રનાં ધર્મકાર્યોમાં ઉદારતાથી પોતાના ધનનો સદુયપોગ કરવામાં તેઓ હંમેશાં આગળ રહેતા. આથી તેઓનું જીવન અને ધન બંને કૃતાર્થ થયાં હતાં, અને તેઓ અમદાવાદના જૈનસંઘના અગ્રણી તરીકેનું ગૌરવ મેળવી શક્યા હતા.
કંબોઈ તીર્થને જાહોજલાલ બનાવવામાં તેઓએ ખૂબ પરિશ્રમ લીધો છે. બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી તેઓએ આ તીર્થની ઉલ્લાસથી સેવા બજાવી હતી. શ્રી કચરાકાકાની લાંબા સમયની આ સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા એ તીર્થના ભાવનાશીલ સંચાલકોએ અમદાવાદના જૈન અગ્રણીઓની હાજરીમાં, તેઓના સ્વર્ગવાસના ૩ દિવસ પહેલાં જ, શ્રી અનુભાઈ ચીમનલાલ શાહના હસ્તે, તેઓને માનપત્ર અર્પણ કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org