________________
આચાર્ય વિજયધર્મધુરંધરસૂરિજી
૨૦૧
આચાર્યશ્રીનું મૂળ વતન ભાવનગર જિલ્લામાં આવેલ નાનુંસરખું ખાટડી ગામ. એમનો જન્મ વિ.સં. ૧૯૭૪ના ચૈત્ર વદ પાંચમે ભાવનગરમાં થયેલો. એમના પિતાનું નામ પીતાંબરદાસ, માતાનું નામ સાંકળીબહેન, એમનું પોતાનું નામ ધીરજલાલ. તેઓએ ૬ ર્ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. અભ્યાસકાળ દરમ્યાન પાલીતાણાના સુપ્રસિદ્ધ શ્રી યશોવિજય જૈન ગુરુકુળમાં પણ કેટલોક વખત રહેલા. તેઓને એક બહેન હતાં; એમનું નામ સૂરજબહેન. ધીરજલાલની ઉંમર દસ વર્ષની થઈ એવામાં માતાની હૂંફાળી છત્રછાયા ખેંચાઈ ગઈ. કેટલાક વખત તેઓ પોતાના મામાની સાથે બેંગલોરમાં પણ રહેલા.
શ્રી પીતાંબરદાસને ધાર્મિક બાબતોમાં પહેલેથી જ રસ હતો, અને પત્નીના સ્વર્ગવાસ પછી એમની ધર્મભાવનામાં વધારો પણ થયો હતો. પાલીતાણાની જાણીતી શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળાની સ્થાપનામાં, બીજા ભાઈઓની સાથે તેઓએ પણ ઊંડો રસ લીધો હતો અને ઘણી જહેમત ઉઠાવી હતી. આથી ઊલટું, ધીરજલાલને શરૂઆતમાં ધર્મ તરફ કોઈ વિશેષ રુચિ ન હતી.
શ્રી પીતાંબરદાસને પાલીતાણામાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પટ્ટધર, આચાર્ય મહારાજશ્રી વિજયઅમૃતસૂરિજીનો સત્સંગ થયો. આ સત્સંગે એમની ધર્મભાવનાને વધારે પ્રદીપ્ત કરી, અને એમણે આચાર્યશ્રીના શિષ્ય બનવાનો નિશ્ચય કર્યો; સાથે-સાથે પોતાના એકના એક પુત્રને પણ પોતાની સાથે જ રાખવાનું નક્કી કર્યું.
સંયમમાર્ગની કઠોરતાનો જાતઅનુભવ કરવા એમણે આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીની સાથે વિ.સં. ૧૯૮૮ની સાલમાં વલભીપુરથી પાલીતાણા સુધીનો પાવિહાર પણ કર્યો. છેવટે એ જ વર્ષમાં મહા સુદ સાતમના રોજ રાજસ્થાનમાં જાવાલ મુકામે પિતા-પુત્ર બંને દીક્ષિત થયા. પિતાનું નામ મુનિ પુણ્યવિજયજી રાખીને એમને આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા અને ધીરજલાલનું નામ મુનિ ધુરંધરવિજયજી રાખીને એમને એમના પિતાગુરુના શિષ્ય બનાવવામાં આવ્યા. ધીરજલાલનો આખો જીવનપંથ જ વહેવાના બદલે ધર્મસાધના તરફ વળી ગયો.
મુનિ ધુરંધરવિજયજીની બુદ્ધિ તેજસ્વી હતી અને ધારણાશક્તિ તથા સ્મરણશક્તિ પણ ઉત્કટ હતી. તેઓ જે કંઈ ભણતા તે જાણે કોઠામાં વસી જતું; એટલું જ નહીં, પણ જે-તે ગ્રંથનો ભાવ એમના અંતરમાં શતદલ કમળની જેમ, ખૂબ ખીલી ઊઠતો. તેઓએ શશિનાથ ઝા, શોભિત મિશ્ર અને દીનાનાથ જેવા પ્રકાંડ મૈથિલી પંડિતો પાસે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરે વિષયોનો મર્મસ્પર્શી અને વ્યાપક અભ્યાસ કર્યો. સાથે-સાથે જૈન સંસ્કૃતિના હાર્દરૂપ આગમસૂત્રો તથા શાસ્ત્રગ્રંથોનો પણ આત્મલક્ષી અભ્યાસ કર્યો. વળી સમય જતાં તેઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org