________________
ડૉ. કીર્તિલાલ ભણસાળી
૫૭૭
સ્વર્ગસ્થ ડૉક્ટર કીર્તિલાલભાઈ એમ. ભણસાળી આવા જ એક ખૂબ કૃતાર્થ, લોકપ્રિય અને માણસાઈના પરિમલથી સુરભિત મહાનુભાવ હતા. એમના જીવનમાં એક સિદ્ધહસ્ત તબીબની નિપુણતા અને ગુણિયલતાનો વિ૨લ સુયોગ સધાયો હતો. પોતાના વિષયને લગતી તબીબી વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોથી માહિતગાર રહેવા તેઓ સદા પ્રયત્નશીલ અને જાગૃત રહેતા, અને એ માટે સમયેસમયે તેઓ વિદેશના પ્રવાસ પણ ખેડતા રહેતા. શુક્લપક્ષના ચંદ્રની જેમ નિત્ય વધતી રહેલી લોકપ્રિયતાને કારણે એમના ઉપર કામનો જે અસાધારણ ભાર આવી પડતો તેને પહોંચી વળવા ઉપરાંત પોતાના વિષયને લગતી નવી-નવી શોધોનો અભ્યાસ કરવાનાં સમય અને શક્તિ તેઓ ક્યાંથી, કેવી રીતે ફાજલ પાડી શકતા હશે એ ખરેખર કોયડો છે. ડૉ. ભણસાળી પોતાના વિષયના નિષ્ણાત અને આધારભૂત એવા વિદ્વાન હતા.
પોતપોતાના વિષયનું નિપુણપણું કે નિષ્ણાતપણું તો અનેક વ્યક્તિઓમાં મળી શકે; પણ ડૉ. કીર્તિભાઈને મળેલી અસાધારણ કીર્તિનો પાયો એમની સુવિકસિત સજ્જનતામાં રહેલો હતો. એમનું અંતર સુકુમાર ફૂલ જેવું મુલાયમ હતું, અને દીન-દુઃખી દર્દીઓને જોઈને એ દ્રવી ઊઠતું. ખ્રિસ્તી મિશનરીઓના જેવી માનવસેવાની ભાવનાને અને માનવસેવાને પ્રભુને પામવાના માર્ગરૂપે ડૉ. ભણસાળીએ સ્વીકારી હતી એનું જ આ સુપરિણામ લાગે છે, તેથી જ તો પોતાના તબીબી જ્ઞાનનો માનવસેવાના ઉમદા કાર્યમાં ઉપયોગ કરવાની જે કોઈ નાની-મોટી તક મળતી, તેને તેઓ આનંદપૂર્વક ઝડપી લેતા, અને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવામાં જરા ય કચાશ ન રાખતા. એમની આવી કરુણાપ્રેરિત સેવાભાવનાનો લાભ કેટલી બધી સંસ્થાઓ મારફત કેટલા વિશાળ જનસમૂહને મળ્યો હતો ! એમની પ્રેરણાથી તબીબી સારવારના પરોપકારી ધ્યેયને વરેલી કેટલીક નવી સંસ્થાઓ પણ સ્થપાઈ હતી. આ સંસ્થાઓ પરમાર્થનો માર્ગ ભૂલીને સ્વાર્થપરાયણ બનતી જતી માનવજાતને સેવા અને સત્કાર્યની પ્રેરણા આપતી રહેશે.
આવા એક નિષ્ણાત અને પરગજુ ડૉક્ટરનું ૫૮ વર્ષ જેટલી નાની વયે અવસાન એ એમના વિશાળ ચાહક, પ્રશંસક અને ગ્રાહકવર્ગને માટે હોનારત જેવું પોતાના અસંખ્ય દર્દીઓની આ ધન્ય તબીબે આટલી બધી શ્રદ્ધા, પ્રીતિ, ભક્તિ પ્રાપ્ત કરી હતી. જ્યારે પણ તબીબી સલાહની જરૂર પડે, ત્યારે એવા દર્દીને એમની પાસે ગયા વગર નિરાંત ન થતી કે ચેન ન પડતું.
જ ગણાય
-
હૃદયનાં દર્દીના નિષ્ણાત ડૉક્ટરનું હ્રદયના હુમલાના જ કારણે અને તે પણ અઠ્ઠાવન વર્ષની પ્રમાણમાં નાની ઉંમરે અવસાન એ આપણને કુદરતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org