________________
પ૭૮
અમૃત–સમીપે ક્રૂરતારૂપ લાગે એ સ્વાભાવિક છે. પણ તબીબ તરીકેની પોતાની ૩૦-૩૨ વર્ષ જેટલી નિષ્ઠાભરી અને અવિરત કારકિર્દી દરમ્યાન તેઓ જે અસાધારણ કાર્યભાર વહન કરતા રહ્યા, એને માટે પોણોસો વર્ષ પણ ઓછાં પડે. મતલબ કે પોતાનાં ઊંઘ અને આરામ ઉપર કાપ મૂકી-મૂકીને પણ તેઓ પોતાનાં દર્દીઓને સંતોષ આપતા રહ્યા. પણ કુદરતને કોણ છેતરી શક્યું છે ? આપણે જોતા રહ્યા અને તેઓ સદાને માટે વિદાય થયા – જાણે એમનું જીવનકાર્ય પૂરું થયું ! તેઓનું અકાળ અવસાન અતિપરિશ્રમ કરનાર સૌ કોઈને માટે ચેતવણીરૂપ છે – જાણે એમનું મૃત્યુ સુધ્ધાં આવી ચેતવણી બજાવીને ધન્ય બની ગયું !
તેઓનું મૂળ વતન પાલનપુર. મુંબઈમાં, વિખ્યાત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને તેઓએ દાક્તરી વિદ્યાનો વિશેષ સફળતા સાથે અભ્યાસ કર્યો. બુદ્ધિ કુશાગ્ર હતી, શ્રમ કરવાની પૂરેપૂરી તૈયારી હતી અને વિષયમાં પારંગત થવાની તમન્ના હતી. તેથી વિશેષ અભ્યાસ માટે તેઓ પરદેશ ગયા. પોતાની કારકિર્દીને ખૂબ સફળ બનાવીને તેઓ પરદેશથી પાછા ફર્યા. પછી મુંબઈમાં જ તેઓએ સને ૧૯૪૦થી કન્સલ્ટિંગ ફિઝીશિયન તરીકેનો વ્યવસાય શરૂ કર્યો.
એક ડૉક્ટર તરીકે તેઓને યશસ્વી બનાવવામાં અને મોટી સફળતા અપાવવામાં જેમ એમની ઊંડી આવડત અને હૈયા-ઉકલતનો મોટો હિસ્સો હતો, તેમ એમની મધુર પ્રકૃતિ, દર્દીઓ તરફની ઊંડી હમદર્દી અને દર્દીને પૂરેપૂરો સંતોષ આપવાની શાંત વૃત્તિનો પણ ઘણો મોટો હિસ્સો હતો. એમની પાસે જનાર દર્દી આસાએશ અને શાતા અનુભવતો, અને જાણે કોઈ સ્વજન પાસે ગયો હોય એમ પોતાના દર્દની ચિંતા અને તીવ્રતા થોડા વખત માટે વીસરી જતો.
- સંસ્કારિતા અને ધર્મ તરફનો અનુરાગ એ ડૉ. ભણસાળીની બીજી વિશેષતા હતી. છેલ્લે-છેલ્લે તો તેઓએ નિયમિતપણે પોતાનો અમુક સમય ધર્મનાં વિચારો અને વાતો સાંભળવા-સમજવામાં વીતે એવી પણ ગોઠવણ કરી હતી. સાધુ-સંતો અને સાધ્વીજી-મહારાજની નિષ્કામભાવે સેવા કરવામાં તેઓ આલાદ અનુભવતા. આ બધાને લીધે તેઓના બોલવામાં અને વર્તનમાં એક પ્રકારની કુલીનતાની સુવાસ પ્રસરી રહેતી.
આવા એક બાહોશ, કુશળ અને દયાળુ ડૉક્ટરનું તા. ૧૧-૧૧-૧૯૭૨ના રોજ, મુંબઈમાં સાવ અણધાર્યું અને પોતાની ફરજ બજાવતાં-બજાવતાં જ અવસાન થયું, એ એમના ચાહકો અને પરિચિતોને માટે તેમ જ તબીબી ક્ષેત્રને માટે પણ મોટી ખોટ રૂપ બની રહે એવું વસમું છે. એમને આપણી સાચી શ્રદ્ધાંજલિ તો એમને પ્રિય એવી આપણી સામાન્ય અને ગરીબ જનતાને સહેલાઈથી અને સસ્તામાં તબીબી સારવાર મળી શકે એવી નાની-મોટી સેવા પ્રવૃત્તિ એમની સ્મૃતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org