________________
૫૯
ડૉ. કીર્તિલાલ ભણસાળી
શરૂ કરવી એ જ છે. આ દૃષ્ટિએ વિચારતાં, ડૉ. ભણસાળીને શોકાંજલિ આપવા માટે મુંબઈમાં ડૉ. શાંતિલાલ મહેતાના પ્રમુખપદે મળેલ સભામાં સ્વર્ગસ્થના જીવન અને કાર્યને અનુરૂપ એવું સ્મારક રચવાનો નિર્ણય કરવામાં આવ્યો, અને તેને અમલીરૂપ આપવા માટે ‘ડૉ. કીર્તિલાલ એમ. ભણસાળી મેમોરિયલ ફંડ કમિટી'ની રચના કરાઈ એ સર્વથા ઉચિત થયું છે.
આ પછી જુદી-જુદી જૈન સંસ્થાઓ તરફથી ગોડીજી ઉપાશ્રયમાં, આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજના સાન્નિધ્યમાં જે શોકસભા મળી હતી, એમાં પણ સ્મારકરચનાના આ નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું. તેથી આ કાર્યને વધારે બળ અને વેગ મળશે, એવી આશા જરૂર રાખી શકાય.
આ સ્મારક-ફંડનો લક્ષ્યાંક પાંચ લાખ રૂપિયા જેટલો નક્કી કરવામાં આવ્યો છે. આ કમિટી તરફથી પ્રગટ કરવામાં આવેલ અપીલમાં કહેવામાં આવ્યું છે ‘વ્યક્તિ ચોક્કસ ધ્યેય લઈને જન્મે છે. રોજ સવાર પડે છે અને સેવાની તક સાંપડે છે' – ડૉ. કીર્તિભાઈ ભણસાળીના આ શબ્દો બહુ અર્થસૂચક છે. જીવનની પવિત્રતાને સમર્પિત થયેલ જીવનધ્યેયને વરેલ આ મહાનુભાવ પરેશાન થતા માનવદેહની વેદના સારી રીતે સમજતા હતા.
66
“ડૉ. કીર્તિભાઈનાં તાજેતરમાં થયેલ દુઃખદ દેહવિલયે આ દેશ અને પરદેશનાં હજારો કુટુંબોનાં હૃદયમાં દુઃખની આકરી વેદના પ્રગટાવી છે. તેઓની તેજસ્વી બુદ્ધિ અને દાક્તરી નિદાનની અપૂર્વ શક્તિઓમાં સહાનુભૂતિભર્યા આત્મા, ઉદાર હૃદય અને સદા ય બીજાને સહાયરૂપ થવાની ભાવનાનાં સાચાં દર્શન થતાં હતા. ગરીબ કે તવંગર, નાના કે મોટા, ઊંચા કે નીચા સર્વે પ્રત્યે તેઓએ સમભાવ અને સમદષ્ટિ કેળવ્યાં હતાં. ગરીબ અને નિરાધાર વ્યક્તિઓ માટે તેઓ હમેશાં ચિંતિત રહેતા; આમાં તેઓની ઉત્કૃષ્ટ વિનમ્રતા અને પરોપકારી દયાનું પ્રતિબિંબ જોવા મળે છે.
“જેઓ વૈદ્યકીય ઉપચાર અને માંદગી પછીની સારવારનો ખર્ચ ભોગવી શકે એવા ન હોય, તેઓને દીનદયાળુ ડૉ. કીર્તિભાઈ કહેતા : ‘ચિંતા ન કરો, પ્રથમ સારા થઈ જાવ.' આવી વ્યક્તિઓને તેઓ દવા અને બીજી સારવાર માટે આર્થિક સહાય સુધ્ધાં આપતા. જેઓને હૉસ્પિટલમાં પ્રવેશ ન મળતો તેઓને પ્રવેશ મેળવવાના કાર્યમાં સહાયરૂપ થતા. તેઓ સાધુ-સંતો પ્રત્યે અપૂર્વ ભક્તિ ધરાવતા હતા, અને જરૂ૨ પડે ત્યારે તેઓ સાજા થાય એ માટે અથાગ પરિશ્રમ લેતા હતા. “ડૉ. કીર્તિભાઈનું દૈનિક કાર્ય વહેલી પરોઢથી શરૂ થતું અને મધ્ય રાત્રિ સુધી ચાલુ રહેતું. કોઈ પૂછે કે ‘તમે રોજ લાંબો સમય કામ કેમ કરો છો?’ ત્યારે જવાબ મળતો કે 'દર્દ શા માટે થાય છે ? દર્દ દિવસ અને રાતના ભેદ જાણતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org