________________
પ૨૮
અમૃત-સમીપે જોઈએ એવા આગેવાનો મળતા રહ્યા છે. ભાવનગરના શ્રીસંઘનો આવો મોભો વધારનાર આગેવાનોમાં શેઠશ્રી જૂઠાભાઈનું સ્થાન નિશ્ચિત છે એમાં શક નથી.
શ્રી જૂઠાભાઈના હૈયે સદાકાળ શ્રીસંઘની એકતા વસેલી હતી; શ્રીસંઘની એકતામાં ખલેલ પહોંચાડે એવો કોઈ પણ પ્રસંગ તેઓ બરદાસ્ત કરી શકતા ન હતા. એટલે જ્યારે પણ આવો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મક્કમતાપૂર્વક એનો સામનો કરવામાં તેઓ કદી પાછા પડતા નહીં, અને જરૂર પડે તો કડવાશ વ્હોરીને પણ પોતાની વાત સ્વસ્થ ચિત્તે રજૂ કરતા. એથી અનેક વખત શ્રીસંઘને અને જૈન સમાજને પણ સરવાળે લાભ જ થયો છે.
આ પ્રસંગે એમના એક હિંમતભર્યા કાર્યનું સહેજે સ્મરણ થઈ આવે છે. ૩૫-૪૦ વર્ષ પહેલાં, જ્યારે જૈનસંઘમાં પંડિતવર્ય શ્રી બેચરદાસજીની સામે જબરો વિરોધ ઊભો થયો હતો, ત્યારે એમના એ વખતના ઉદ્દામ વિચારોને આવકારનારી અને એમને અપનાવનારી જે થોડી ઘણી વ્યક્તિઓ નીકળી એમાં શ્રી જૂઠાભાઈનું સ્થાન આગળ-પડતું હતું. જ્યારે રૂઢિચુસ્તોનો જુવાળ ઊભો થયો હોય ત્યારે નવા અને તે પણ ખરેખરા ઉદ્દામ વિચારોનું સ્વાગત કરવું એ કંઈ જેવું-તેવું કામ ન ગણાય. શેઠશ્રી જૂઠાભાઈનું ખમીર આ પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય એમ છે.
(તા. ર૧-૮-૧૯૫૭)
(૩) સુધારા-પ્રવૃત્તિના શિરછત્ર શ્રી મણિલાલ મોકમચંદ શાહ
ગયા અઠવાડિયે તા. ૨૫-૭-૧૯૫રને રોજ મુંબઈ મુકામે થયેલું શ્રીયુત મણિલાલ મોકમચંદ શાહનું અવસાન જૈન સમાજને – ખાસ કરીને પ્રગતિશીલ વિચાર ધરાવનારાઓને – વસમું લાગે એવું છે.
રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક – ત્રણે ય ક્ષેત્રમાં શ્રી મણિભાઈ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા, અને એ ત્રણેયને નવપલ્લવિત કરવામાં પોતાનો પૂરેપૂરો ફાળો તેઓએ આપ્યો હતો. આ ક્ષેત્રો એકબીજાનાં વિરોધી બનીને માનવ-વિકાસનું $ધન કરનારા નહીં, પણ એકબીજાના પૂરક બનીને માનવતાનો સંપૂર્ણ વિકાસ કરનારાં છે – એ સત્ય પોતાની દૃષ્ટિ સન્મુખ રાખીને એમને સમાન રીતે અપનાવવાનો આદર્શ શ્રી મણિભાઈએ પોતાના જીવનથી રજૂ કર્યો છે.
રાષ્ટ્રસેવાની ભાવનાને અપનાવ્યા વગર આખા દેશના માનવ-સમૂહની સેવા ન થઈ શકે; એથી શ્રી મણિભાઈએ રાષ્ટ્રસેવાની પ્રવૃત્તિને ચરણે પોતાની અદની સેવાઓ ધરી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org