SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મણિલાલ મોકમચંદ શાહ ૫૨૯ રૂઢિના ઊંડા કીચડમાંથી બહાર નીકળ્યા વગર જૈન સમાજ પણ પ્રગતિ ન સાધી શકે. એથી શ્રી મણિભાઈ સામાજિક સુધારક તરીકે આગળ આવ્યા. જિંદગીની છેલ્લી ઘડી લગી એક જલદ સુધારક તરીકે પંકાતાં-પંકાતાં પોતાના જીવનને ધન્ય બનાવી ગયા. જે સમાજસુધારો પોતાને કર્તવ્યરૂપ ભાસ્યો તેમાં વાણિયાશાહી સમાધાન કે માન-મર્તબો, આર્થિક લાભાલાભ કે પ્રતિષ્ઠા-નિંદાના વિચારો તેમને કદી નડતરરૂપ થયા નહિ. અને ધાર્મિક ક્ષેત્રમાં તો એમના વિચારો ભારે પ્રગતિશીલ અને ભારોભાર ઉદારતાથી ભરેલા હતા. સાંપ્રદાયિક કટ્ટરતા કે પથિક સંકુચિતતા એમને સ્પર્શી સુધ્ધાં ન હતી. ધર્મની તો જગ-લ્હાણ જ હોઈ શકે, એમાં વાડાબંધીને સ્થાન ન હોય – એ ઉદાત્ત તત્ત્વ શ્રી મણિભાઈના અંતરમાં વસી ગયું હતું. અને તેથી જ આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં, જ્યારે સાંપ્રદાયિક કટ્ટરતા પ્રત્યે જનતાને ભાગ્યે જ સૂગ ઊપજતી હતી, ત્યારે પણ, જૈનોના ત્રણે ફિરકાના ઐક્યનો ઉમદા મનોરથ તેમણે સેવ્યો હતો, એટલું જ નહીં, સ્વ. શ્રી વાડીલાલ મોતીલાલ શાહનો સહકાર મેળવીને જૈનોના ત્રણ ફિરકાના વિદ્યાર્થીઓ એકસાથે રહી શકે એવા એક સંયુક્ત વિદ્યાર્થીગૃહના મકાનના પાયા પણ નંખાઈ ગયા છે, અને થોડા સમયમાં એ મકાન ઊભું થઈને શ્રી મણિભાઈની ધાર્મિક ઉદારતાના કીર્તિસ્તંભરૂપ બની રહેશે. શ્રી મણિભાઈની આ બધી સેવાઓની પાછળ એમનું પ્રગતિપ્રેમી ઉદાર હૃદય અને પૂર્ણપણે નિઃસ્વાર્થ વૃત્તિ સદા કામ કરતાં રહ્યાં છે. જીવનની ત્રીજી પચ્ચીશીના આરે (૭૪ વર્ષની વૃદ્ધ ઉમ્મરે) પહોંચીને ચાલ્યા જવા છતાં શ્રી મણિભાઈની જે ખોટ જણાય છે તે બે કારણે : કોઈ પણ નવીન વિચારને અપનાવવાનું નવયૌવન અને કોઈ પણ કાર્યને સફળ બનાવવામાં આર્થિક સહકાર આપવાની નિત્યની તત્પરતા. પૈસાને તો જાણે તેમણે સમ્પ્રવૃત્તિનું એક સાધનમાત્ર ગણ્યું હતું. આ બન્ને ગુણોના અભાવને કારણે જ આપણા ઘણા ય સુધારક-ભાઈઓની સુધાર-પ્રવૃત્તિ સફળ થતી અટકી છે. સવિચારને વાણી કે કલમ દ્વારા પ્રગટ કરવાની ઘડભાંજમાં પડ્યા વગર, સીધેસીધો એનો અમલ કરનારાં બહુ ઓછા નરરત્નોમાંના તે એક હતા. “બોલ્યા કરતાં કરવું ભલું” એ શ્રી મણિભાઈનું જીવનસૂત્ર આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવું છે. શ્રીયુત મણિભાઈ એક ઉદ્દામ સુધારક હતા એ જાણીતું છે; પણ તેમની ખરેખરી વિશેષતા એમની સુધારપ્રિયતાની પાછળ કર્તવ્યપરાયણતાનો પ્રાણ ધબકે છે એ છે. ઘણી ય વાર સુધારા અંગેના વિચારોમાં ખૂબ ઉગ્રતા કે પ્રબળતા દેખાવા છતાં એ સુધારો નિષ્ફળ જતો જોઈએ છીએ ત્યારે બે ઘડી વિચારમાં પડી જઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy