________________
અમૃત-સમીપે શ્રીસંઘનો સ્નેહ, સદુભાવ, સહયોગ મારા માટે સર્વસ્વ છે. હું તો શ્રીસંઘ અને સમાજનાં ચરણોની રજ છું. મને આપ શ્રીસંઘના આશીર્વાદ અને ધર્મસ્નેહ મળતાં રહે, જેથી હું મારા જીવનને સફળ-સાર્થક કરી લઉં. પંજાબ શ્રીસંઘને આદર અને વિનંતિ સાથે સાધ્વી મૃગાવતીના સાદર ધર્મલાભ.”
આ નાનોસરખો છતાં મુદ્દાસરનો કાગળ પણ સાધ્વીજીની અનાસક્તિ, ઉદાસીનતા, અલિપ્તતા અને ભવ્યતાનાં કેવાં આફ્લાદકારી દર્શન કરાવે છે !
આવા દઢ અને સાધુજીવનની શોભારૂપ નિર્ણયની ઉપેક્ષા કેવી રીતે થઈ શકે ? છેવટે આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિસૂરિજીએ, સાધ્વીજી મહારાજની નિષ્કામ વૃત્તિની કદર કરીને, એમને “પ્રવર્તિની'ની પદ આપવાનો વિચાર જતો કર્યો અને સાધ્વીજીનું મન એથી પ્રસન્નતા અનુભવી રહ્યું.
પણ આથી પંજાબ શ્રીસંઘને થનાર દુઃખ અને નારાજીનો પણ આચાર્યશ્રીએ વિચાર કરવાનો હતો, અને એમની લાગણીને થોડોક પણ ન્યાય મળે એવો કંઈક માર્ગ શોધ્યા વગર ચાલે એમ ન હતું. એટલે આચાર્યશ્રીએ વચલો માર્ગ સ્વીકારીને, કાંગડા તીર્થમાં બનનાર નૂતન જિનાલયના શિલારોપણના પુણ્ય પ્રસંગે, સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીને “મહારા'ની પદવી અને “કાંગડાતીર્થોદ્ધારિકા'નું બિરુદ આપીને એમનું બહુમાન કરવાની પંજાબ શ્રીસંઘની માંગણીને સફળ બનાવી. પંજાબ શ્રીસંઘ પણ આથી રાજીરાજી થઈ ગયો.
પણ સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ તો આ પ્રસંગને વધારે વિનમ્ર બનવાના આદેશ રૂપે જ સ્વીકાર્યો અને એમ કરીને કીર્તિપ્રતિષ્ઠા તરફની પોતાની અલિપ્તતા-ઉદાસીનતાને વધુ કૃતાર્થ કરી. એ અલિપ્તતાને આપણાં વંદન હો !
(તા. ૧૦-૩-૧૯૭૯)
(૩) શાસનપ્રભાવક સાધ્વી શ્રી રંજનશ્રીજી
દરેક યુગમાં, દરેક સ્થળે, કોઈ ને કોઈ સ્ત્રી-રત્ન એવું પાકે છે કે જે સમાજને નારીજીવનનો સાચો મહિમા સમજાવે છે. અમદાવાદમાં, ૫૭ વર્ષની વયે, ૪૫-૪૬ વર્ષના દીર્ઘ અને યશસ્વી દીક્ષાપર્યાયને અંતે તા. ૨૧-૧-૧૯૬૪ના રોજ સમાધિપૂર્વક કાળધર્મને પામેલાં પૂજ્ય સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજ જૈન સંઘનાં આવાં જ એક જાજરમાન સ્ત્રીરત્ન હતાં.
મહાતીર્થ સમેતશિખરના જીર્ણોદ્ધારમાં અને એની પ્રતિષ્ઠા વખતે આ સાધ્વીજીએ જે ખમીર, ઘર્મપ્રભાવનાની ઊંડી ધગશ અને કામને ગમે તે ભોગે પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org