________________
૬૪
અમૃતસમીપે
છે. દેખાવ કે પોતાની જાતનું પ્રદર્શન કરવાથી દૂર રહીને બહુ જ વિનમ્ર ભાવે તેઓ એકાંતમાં સાહિત્યસાધના કરે છે.
“શ્રી શ્યામસુખાજીએ પોતાની શુદ્ધ જીવન-નિષ્ઠા અને ધર્મવૃત્તિથી પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે.”
શ્રી શ્યામસુખાજીએ શ્રી અજિતરંજન ભટ્ટાચાર્યના સહકારમાં શ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ભાષાંતર સાથે સંપાદન કર્યું હતું. આ ગ્રંથ કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રગટ થયો હતો. ‘જૈનદર્શનેર રૂપરેખા' નામે પુસ્તક એમણે બંગાળી વાચકોને જૈનધર્મનો પરિચય કરાવવા લખ્યું હતું.
(તા. ૨૭-૫-૧૯૭૭)
એક નાનાસ૨ખા રજવાડા જેવી મોટી જમીનદારીનું મૅનેજ૨-૫દ દાયકાઓ સુધી સંભાળવું, અને છતાં જીવનને નીતિપરાયણ, પ્રામાણિકતાથી મઘમઘતું, ધર્મભાવનાથી ઓતપ્રોત, વિદ્યાપ્રીતિ અને વિદ્યાપ્રવૃત્તિથી સુશોભિત, સાદું, સરળ, ઉચ્ચ વિચારોથી સમૃદ્ધ અને પરાધીનતાની લાગણીથી મુક્ત તેમ જ સ્વાધીનતાની ખુમારીથી સમૃદ્ધ રાખવું એ ખૂબ-ખૂબ મુશ્કેલ કામ છે.
બંગાળમાં રહેલા બાબૂઓ તો એમની સુખ-સાહ્યબી અને એશઆરામની વૃત્તિ માટે કહેવતરૂપ બની ગયા છે. શ્રી શ્યામસુખાજી પણ બંગાળના જ જૈન બાબૂ છે. પણ એમને વૈભવવિલાસ-વૃત્તિ સ્પર્શી ન શકી, અને એમની વિદ્યાવિલાસની પ્રીતિ ખૂબ વધતી રહી એ એમની આ જીવનજાગૃતિનું જ સુપરિણામ સમજવું જોઈએ. એને લીધે જ તેઓ સંખ્યાબંધ લેખો અને અનેક પુસ્તકોની રચના કરી શક્યા છે.
',
ધર્મતત્ત્વજ્ઞાન (ખાસ કરીને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન) અને ઇતિહાસ એમના પ્રિય વિષયો છે. વાચનના પણ તેઓ એટલા જ શોખીન છે. અને દરેક વિષય ઉપર પોતાની રીતે વિચાર કરવાની એમની ટેવ છે. એમણે ધાર્મિક, તાત્ત્વિક, ઐતિહાસિક, ચરિત્ર-કથા-વિષયક તેમજ સામાજિક વિષયો ઉપર પોતાની કલમ સફળતાપૂર્વક ચલાવી છે.
પૂર્વ દેશમાં તેમ જ બીજે પણ જૈનધર્મની વિરુદ્ધમાં કે એ સંબંધી ગેરસમજ ઊભી કરે એવું કોઈ પણ લખાણ એમના ધ્યાન ઉપર આવે તો તરત જ તેઓ સમુચિત અને યુક્તિયુક્ત ઉત્તર આપવાના જ. આ રીતે તેઓ જૈનસંસ્કૃતિના રખેવાળ પણ બની રહ્યા છે.
એમની જિજ્ઞાસા હંમેશાં ફાલતી રહી છે. સમભાવ અને પરધર્મ-સહિષ્ણુતા એમના વિશિષ્ટ ગુણો છે. બીજાઓને જવાબ આપવામાં તેઓ કદી વિવેક ચૂકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org