________________
શ્રી “સુશીલ' (ભીમજીભાઈ) નથી કે આવેશને અધીન થતા નથી. તેઓ વિચારસ્વાતંત્ર્યના પૂરેપૂરા હિમાયતી છે, અને બીજાઓના વિચારસ્વાતંત્ર્યનો પૂરેપૂરો આદર કરે છે. તેથી જ એમના જીવનમાં અને એમની કલમમાં સ્વસ્થતાની પ્રતિષ્ઠા થયેલી છે.
શ્રદ્ધાસંપન્ન એમનું જીવન છે, હસમુખો અને મિલનસાર એમનો સ્વભાવ છે અને શાંત, ગંભીર અને પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ છે. અને આવા ગુણોને લીધે નાજુક તબિયત છતાં તેઓ પોતાનું સ્વાથ્ય સાચવી શક્યા છે અને જીવનને નિરાકુલ અને આનંદસભર રાખી શક્યા છે. ફક્ત અઢાર વર્ષ જેટલી નાની ઉંમરે લેખો લખવા જેટલો સરસ્વતી-પ્રસાદ તેઓ મેળવી શક્યા તે પણ આવા ગુણો તેમ જ સતત શાસ્ત્ર-વ્યાસંગને લીધે જ.
(તા. ૩૦-૯-૧૯૯૧)
(૧૬) “જૈન”નું સૌભાગ્ય : મસ્તફકીર વિદ્વદ્રત્ન
શ્રી “સુશીલ' (ભીમજીભાઈ)
બાળકના જેવું નિર્દોષ અને સરળ, ધારાશાસ્ત્રીના જેવું દલીલયુક્ત અને માપસર, તત્ત્વચિંતકના જેવું ચિંતનપૂર્ણ અને હૃદયસ્પર્શી લખાણ કરનાર શ્રી સુશીલભાઈ(ભીમજીભાઈ હરજીવનદાસ પરીખ)નું નામ જૈનસમાજને અને ગુજરાતના બીજા વિદ્વાનોને સુપરિચિત છે. એમની કલમનો કે વાણીનો થોડોઘણો રસાસ્વાદ માણનાર વાચક કે શ્રોતાના અંતરપટ ઉપર સદાકાળ અંકિત થઈ જાય એવું વિશદ એમનું જ્ઞાન છે.
આવા સર્વજનપ્રિય શ્રી સુશીલભાઈ જીવનનું વન વટાવીને આજે કર વર્ષની ઉંમરે, પોતાની બિનતંદુરસ્તીથી વિકટ બનેલા દિવસોને આનંદપૂર્વક વિતાવવાનો પુરુષાર્થ સેવી રહ્યા છે. છેલ્લાં ચારપાંચ વર્ષથી તેઓ જ્ઞાનતંતુઓની કમજોરીથી પરેશાન છે, અને અનેક ઉપચારો કરવા છતાં એ બીમારીએ હજી મચક આપી નથી. દિવસે-દિવસે એ અશક્તિ ઘેરી બનતી જાય છે, અને અત્યારે જાણે કંઈક લકવાની અસર હોય એમ હાથ-પગમાં શિથિલતા આવતી જાય છે.
પણ રખે કોઈ માને કે શરીરની કમજોરીના કારણે સમાજની સાહિત્ય-સેવા અને સંસ્કાર-સેવાની શ્રી સુશીલભાઈની ભાવના કે તેમનામાં ઓટ આવવા લાગી છે. એ ભાવના અને એ તમન્ના તો એના આવેગ સાથે વહી જ રહી છે; અલબત્ત, એને વ્યક્ત કરનાર સાધનો શિથિલ બન્યાં છે એ ખરું. સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે હૃદય બુદ્ધિનો ભાર ઝીલતાં ઘણી વખત થાકી જાય છે; અહીં જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org