________________
૩૩
શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખા પાકટ ઉંમરે નિવૃત્તિના સાચા અધિકારી બનીને, વધારે શક્તિશાળી, ધર્મપરાયણ અને સેવાભાવનાથી સુરભિત નવું જીવન મેળવવા તા. ૧૯-૪-૧૯૯૭ના રોજ સ્વર્ગે સિધાવ્યા, તેનો શોક કરવાનો ન હોય.
શ્રી શ્યામસુખાજીનો જન્મ બંગાળમાં થયો હતો. બંગાળી ભાષા ઉપર એમનું પોતાની માતૃભાષા હિંદી કરતાં ય વધારે પ્રભુત્વ હતું. એમણે જૈનસંસ્કૃતિનાં જુદાં-જુદાં અંગોને લગતાં કેટલાંક પુસ્તકો અને સંખ્યાબંધ નાનામોટા લેખો અને નિબંધો બંગાળી ભાષામાં લખ્યા હતા. હિંદી તેમ જ અંગ્રેજી ભાષામાં પણ એમણે કેટલાક લેખો લખ્યા હતા. સામાન્ય જનસમૂહને, જિજ્ઞાસુઓ અને અભ્યાસાર્થીઓને તેમ જ જૈનેતર વિદ્વાનોને જૈનસંસ્કૃતિથી સુપરિચિત કરવા માટે પ્રયત્ન કરવો અને લેખો-પુસ્તકો લખવા એ શ્રી શ્યામસુખાજીને મન જીવનનો એક વિશિષ્ટ લ્હાવો હતો. આને લીધે કલકત્તામાં જૈન-જૈનેતર વર્ગમાં એમનું સ્થાન ખૂબ આદરભર્યું અને બહુમાનભર્યું હતું.
છ વર્ષ પહેલાં તેઓએ ૮૦ વર્ષ પૂરાં કર્યા તે નિમિત્તે એમને એક સુંદર અભિનંદન-ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથના પ્રાક્કથનમાં ગ્રંથના સંપાદકોએ શ્રી શ્યામસુખાજીનો – એમના વિશિષ્ટ વ્યક્તિત્વનો – પરિચય આપતાં લખ્યું હતું ?
બંગાળની સાથે ઘણા પ્રાચીન સમયથી જૈન સમાજનો સંબંધ ચાલ્યો આવે છે; એમ છતાં જૈન ધર્મ અને ઇતિહાસ સંબંધી બહુ ઓછું સાહિત્ય બંગાળી ભાષામાં મળે છે. જે વિદ્વાનોએ જૈનશાસ્ત્રોને આત્મસાત્ કરીને મૌલિક રચનાઓ અથવા અનુવાદ દ્વારા બંગાળી ભાષાના આ અભાવની પૂર્તિ કરવામાં મદદ કરી છે તેઓમાં શ્રી પૂરણચંદજી શ્યામસુખાનું સ્થાન મોખરે છે. તેઓ લાંબા વખતથી શાસ્ત્રોના અનુશીલન તથા સાહિત્યની સાધનામાં જોડાયેલા છે. અઢાર વર્ષની નાની ઉમરે એમની પહેલી કૃતિ પ્રગટ થઈ હતી, અને અત્યારે એમની ઉંમર એંશી વર્ષની છે. આ બાસઠ વર્ષના ગાળામાં એમણે જે પુસ્તકો અને છૂટાછૂટા લેખો તેમ જ કથાઓ લખેલ છે તે એમના સતત અનુશીલન અને સાધનાની સાક્ષી પૂરે એવા છે.
શ્રી શ્યામસુખાજીનું વ્યક્તિત્વ ખૂબ જ શાંત, ગંભીર અને પ્રભાવશાળી છે. તેઓ એક સ્પષ્ટ અને નીડર વિચારક છે. વ્યવહારમાં તેઓ ખૂબ જ વિનમ્ર છે. એમના આ વ્યક્તિત્વની છાપ એમનાં લખાણોમાં પણ બધે દેખાય છે. ઘણા લેખકો એવા હોય છે કે જેઓ લખાણમાં તો મોટા-મોટા આદર્શની વાતો કરે છે, પણ જીવનમાં એ આદર્શને અનુરૂપ વ્યવહાર અને સાધના માટેની તેમની તૈયારી નથી હોતી. પરંતુ શ્રી શ્યામસુખાજી જેવું લખે છે એવો જ એમનો જીવન-વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org