SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ શ્રી બળવંતરાય મહેતા ડૉ. બિધાનચંદ્ર રોય અને શ્રી ટંડનબાબુ એ બંને પુરુષોનો આત્મા આપણને સત્ય અને સેવાને માર્ગે દોરે, અને ભારતના પ્રજાજીવનમાંથી ઓસરતા સેવા, સમર્પણ અને સત્યનિષ્ઠાના સદ્ગણો ફરી સજીવન બને એવી આપણા સૌની પ્રાર્થના હો ! (તા. ૭-૭-૧૯૯૨) (૧૧) સ્વદેશવત્સલ, ભેખધારી લોકસેવક શ્રી બળવંતરાય મહેતા દેશભક્તિ અને સેવાપ્રીતિના સંગમતીર્થે શ્રી બળવંતરાય મહેતાનું જીવન કૃતાર્થ બન્યું હતું. એ માટે જ તેઓ જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા અને એ કાર્ય કરતાં-કરતાં જ અનંતને પંથે વિદાય થયા ! કુટુંબની ગરીબ-સામાન્ય સ્થિતિ કે પ્રતિકૂળ સંયોગોથી જીવનવિકાસ થંભી જાય છે, અને મોટું-નામાંકિત કુટુંબ, આર્થિક સધ્ધરતા અને સાનુકૂળ પરિસ્થિતિ હોય તો જ આગળ વધી શકાય – એ માન્યતાને જે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનાં જીવન પાયા વગરની ઠરાવે છે અને વીમોથા વસુંધરા (જે પુરુષાર્થ ખેડી જાણે એને સિદ્ધિઓ સામે આવીને વરે છે) એ સત્યને સાચું પુરવાર કરી બતાવે છે, એવી વ્યક્તિઓમાં શ્રી બળવંતભાઈનું સ્થાન આગળ પડતું રહેશે. લોકકલ્યાણની અદમ્ય તમન્ના, દઢ મનોબળ, કર્તવ્યનિષ્ઠા અને કાર્યસૂઝ – એ શ્રી બળવંતભાઈના જીવનમાર્ગનાં પ્રેરક બળો હતાં. તેઓનું વતન ભાવનગર. એમના પિતાશ્રી ગોપાળજી મહેતા ભાવનગરમાં રેલવે-કારકુનની નોકરી કરતા હતા. આવા સામાન્ય સ્થિતિના કુટુંબમાં તા. ૧૯-૨-૧૮૯૯ને રોજ શ્રી બળવંતભાઈનો જન્મ થયો હતો. પાંચ જ વર્ષની ઉંમરે પિતાનો સ્વર્ગવાસ થયો અને નિરાધાર જેવી સ્થિતિનો સામનો કરવાનું આવી પડ્યું. આમે ય આગળ વધવાનો માર્ગ સીધાં ચઢાણ જેવો મુશ્કેલ હતો, તેમાં આ તો વળી શૂન્યમાંથી સર્જન કરવા જેવી સ્થિતિ ઊભી થઈ; જીવનનું ભાવિ આશાનિરાશાના પલ્લે તોળાઈ રહ્યું. પણ હૈયામાં હામ હતી, લીધું કામ પૂરું કરવાની ધગશ હતી, સૌરાષ્ટ્રનું ખમીર હતું, તેજસ્વી બુદ્ધિનું અખૂટ ભાતું હતું અને કોઈકનો સહારો પણ મળી ગયો : એટલે જાણે શુન્યમાંથી વિરાટનું સર્જન થયું. સામાન્ય રેલવે-કારકુનને ત્યાં જન્મેલ બળવંતભાઈ આપબળે આગળ વધીને ગુજરાત રાજ્યના પંતપ્રધાન સુધીના મોટા અને ગૌરવશાળી પદે પહોંચીને સ્વર્ગવાસી બન્યા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy