SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ અમૃત-સમીપે નિવેદન ખાસ વાંચવા જેવું હોવાથી અહીં એનો અનુવાદ સાભાર રજૂ કરીએ છીએ : “શ્રી સ્યાદ્વાદ મહાવિદ્યાલયના સ્નાતક ડો. નંદલાલજી રીવાવાળાએ મારા અભિનંદનની યોજના કરી છે અને એને માટે સમાચારપત્રોમાં તેમ જ વ્યક્તિગત પત્રો દ્વારા પણ પ્રચાર ચાલુ છે. “જૈન-સંદેશ'ના છેલ્લા અંકમાં જ મારા સાથીસંપાદક ડૉ. કચ્છંદીલાલજીએ પણ તંત્રીનોંધ લખી છે. આજકાલ ગ્રંથ-પ્રકાશનમાં ઘણું જ ખર્ચ થાય છે. એક વ્યક્તિના અભિનંદન-ગ્રંથના પ્રકાશનમાં વીસ હજાર રૂપિયાથી ઓછું ખર્ચ નથી થતું, અને એ ગ્રંથમાં એ વ્યક્તિનાં ગુણગાન હોય છે અને કેટલાક લેખો હોય છે. હું નથી સમજતો કે અભિનંદન-ગ્રંથથી મારું શું મહત્ત્વ વધી જવાનું છે અને એ ન મળે તો મને શું નુકસાન થવાનું છે. મને મારા નિમિત્તે કોઈ ધનવાન કે વિદ્વાન પાસે પૈસાની માગણી કરવી એ બિલકુલ ગમતી નથી. એટલા માટે જ હું મુનિશ્રી વિદ્યાનંદજી દ્વારા પ્રેરિત સન્માન-સમારોહમાં પણ સામેલ નહોતો થયો. જ્યારે કોઈ મને એમ લખે છે કે આપના અભિનંદનમાં અમે અમારો ફાળો આપી રહ્યા છીએ, તો એથી મને એટલી મનોવેદના થાય છે કે જે હું લખી શકતો નથી. સમાજમાં સ્વાદુવાદ-મહાવિદ્યાલયના સ્નાતકરૂપે મેં તૈયાર કરેલ વિદ્વાનોનો એક મોટો સમુદાય છે. વળી, “જૈન-સંદેશ'માં પ્રગટ થતા મારા સંપાદકીય લેખોને ચાહનારો પણ એક મોટો સમુદાય છે. “જ્યારે મેં સોનગઢમાં પંચકલ્યાણક ઉત્સવ વખતે યોજવામાં આવેલ વિદ્વસંમેલનમાં ભાષણ આપ્યું ત્યારે તો મેં એવું સાંભળ્યું કે હવે મને કોઈ બોલાવશે નહીં, કારણ કે, સોનગઢના વિરોધીઓ તો મને બોલાવતા જ નથી, હવે એના સમર્થકો પણ નહીં બોલાવે. પણ મારી ઉમર ૭૫ વર્ષની થઈ ગઈ હોવા છતાં પણ સમાજનો એક મધ્યસ્થવર્ગ, જે સાચી હકીકત જાણવાની ઇચ્છા ધરાવે છે, એનો સ્નેહ મને મળતો રહે છે અને અત્યારે પણ નિમંત્રણોથી પરેશાન રહું છું – પરેશાન એ અર્થમાં કે મારી શારીરિક શક્તિ ઘટી રહી છે અને હું મુસાફરી કરવામાં અશક્ત થતો જાઉં છું. ના પાડવા છતાં પણ જવું પડતું હોય છે. “આ રીતે મળતો સ્નેહ શું કોઈ પણ અભિનંદન-ગ્રંથથી ઓછો મહત્ત્વપૂર્ણ છે ? એટલા માટે મારા સ્નેહી મિત્રોને મારું નિવેદન છે કે તેઓ મને અભિનંદનને યોગ્ય જ રહેવા દે અને આ કામ માટે પોતાની શક્તિ અને સંપત્તિનો ઉપયોગ ન કરે – જ્યારે તેઓ એમ માને છે કે મારા નામને ચાલુ રાખવા માટે મારું સાહિત્ય જ પૂરતું છે ત્યારે. વળી કેવળ “જૈન-સંદેશમાં છપાયેલ મારાં સંપાદકીય લખાણોનું સંકલન કરીને એને જ તૈયાર કરી શકાય તો તે અભિનંદન-ગ્રંથ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy