________________
૩૩૩
કેલાસચંદ્ર શાસ્ત્રી મહાવિદ્યાલયમાં રહીને અભ્યાસ કર્યો હતો, અને પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી, કૃતજ્ઞતાપૂર્વક પોતાની માતૃસંસ્થાની સેવા કરવાની કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને, એમણે આ મહાવિદ્યાલયની જ સેવા કરવાનું પસંદ કર્યું હતું; એમ કરીને એમણે બીજા વિદ્વાનો માટે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો. ત્યાં તેમણે અનેક વિદ્વાનો તૈયાર કર્યા હતા.
શ્રી કલાસચંદ્રજી તરફની માનની લાગણીમાં વધારો કરે એવી બાબત છે એમની સાદાઈ, સરળતા, નમ્રતા, રાષ્ટ્રીયભાવના, નિર્મોહવૃત્તિ અને કર્તવ્યનિષ્ઠા. આને લીધે એમનું જીવન નિર્મળ, “સાદું જીવન અને ઉચ્ચ વિચાર'ના એક સુંદર નમૂનારૂપ અને ઉજ્વળ બન્યું છે.
વળી એમણે એક સાચા સારસ્વતને છાજે એ રીતે, લક્ષ્મી તરફની લોલુપતા ઉપર જે નિયંત્રણ રાખ્યું છે એ પણ સૌ-કોઈની પ્રશંસા માગી લે એવું છે. તેઓ આ બાબતમાં કેટલા જાગૃત છે અને પોતાની માતૃસંસ્થા પ્રત્યે ઉત્કટ કૃતજ્ઞતાની લાગણી ધરાવે છે તેના ખાસ જાણવા જેવા દાખલા તરફ સૌ કોઈનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
મથુરાથી પ્રગટ થતાં દિગંબર જૈન સંઘના સાપ્તાહિક મુખપત્ર “જૈનસંદેશ'ના તા. ૧૦-૧૧-૧૯૭૭ના અંકમાંથી જાણવા મળેલ છે કે શ્રી કલાસચંદ્રજી સને ૧૯૨૮થી ૧૯૭૮ સુધીનાં પચાસ વર્ષ દરમિયાન દસલક્ષણી(પર્યુષણા-પર્વ)ની આરાધના કરાવવા જુદાં-જુદાં સ્થાનોમાં ગયા હતા. તે દરમિયાન તેમને હજારો રૂપિયા ભેટ મળ્યા હતા. પણ આ ભેટ મળેલી રકમને પોતાની મિલ્કત ગણી પોતાની પાસે રાખવાને બદલે એમાંથી માત્ર ખર્ચ બાદ કરીને બાકીની રકમ પોતાની માતૃસંસ્થાના ચરણે એમણે ભેટ ધરી દીધી હતી ! આ રકમનો આંકડો નાનોસૂનો નહિ, પણ એક લાખ રૂપિયા કરતાં પણ મોટો છે ! અંતરમાં ત્યાગભાવના અને કૃતજ્ઞતાની લાગણી જીવંત હોય તો જ આમ થઈ શકે.
(તા. ૭-૧-૧૯૭૮) અત્યારે જ્યારે પોતાની ઇષ્ટ વ્યક્તિનું બહુમાન-અભિનંદન કરવાની તેમ જ આવું બહુમાન મેળવવાની વૃત્તિ દિવસે-દિવસે બેમર્યાદ વિસ્તરતી જાય છે, ત્યારે પોતાનું બહુમાન કરવા નિમિત્તે અભિનંદન-ગ્રંથ પ્રગટ કરવાની યોજના પ્રત્યે પંડિત શ્રી કૈલાસચંદ્રજીએ પોતાની નાખુશી વ્યક્ત કરીને, આવી લોભામણી બાબત તરફની જે અનાસક્તિ કે નિર્મોહવૃત્તિ દર્શાવી છે તે ગાઢ અંધકારમાં નાની-સરખી પ્રકાશરેખા જેવી તથા દાખલારૂપ બની રહે એવી છે. તેઓએ પોતાની આ લાગણી, મથુરાથી એમના સંપાદકપણા નીચે પ્રગટ થતા “જૈન-સંદેશ” નામે સાપ્તાહિકના તા. ૧૨-૪-૧૯૭૯ના અંકમાં એક નિવેદનરૂપે પ્રગટ કરી છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org