________________
૩૩૨
અમૃત-સમીપે
એ બીજા ! પંડિતજીએ એ ૨કમ પુસ્તકાલયને ભેટ મોકલી આપી ! આવાં તો અનેક પ્રસંગરત્નો પંડિતજીના કાંચનસમા નિર્મળ જીવનને શોભાવી રહ્યાં છે. પૈસાની અને સાધન-સામગ્રીની હંમેશાં તંગી, કુટુંબનિર્વાહની જવાબદારીનો પણ કંઈક ને કંઈક ભાર ચાલુ અને શારીરિક કે બીજી મુશ્કેલીઓ પણ પોતાનો ભાગ ભજવવામાં પાછી પાની ન કરે : સામાન્ય માનવી ભાંગી પડે અને લોભ-લાલચમાં સહેજે તણાઈ જાય એવી સ્થિતિ; છતાં પંડિતજી એક યોદ્ધાની જેમ એ બધાંની સામે અણનમ રહ્યા. અર્થ પ્રત્યેની આવી અનાસક્તિ અતિ વિરલ જોવા મળે છે. પંડિતજીએ પૈસાને માત્ર એક સાધન તરીકે જ જીવનમાં સ્થાન આપ્યું હતું, અને ક્યારેય એ સાધ્યસ્થાને ન બેસી જાય એની પૂરી જાગૃતિ રાખી હતી.
ભાવનગ૨માં એમને કેવી વ્યાપક અને સ્થાયી સુવાસ હતી તે એ પરથી જાણી શકાય છે કે એમને હસ્તે તા. ૧૩-૨-૧૯૬૩ના રોજ ત્યાગધર્મી રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની ઉપસ્થિતિમાં તથા સૌરાષ્ટ્રના જાણીતા રાષ્ટ્રસેવક શ્રી જાદવજીભાઈ મોદીના પ્રમુખપદે શ્રી જગજીવન ફૂલચંદ સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના મકાનના શિલારોપણવિધિનો ચિરસ્મરણીય સમારંભ યોજાયો હતો.
નિર્ભેળ વિદ્યા-ઉપાસના અને નિઃસ્વાર્થ વિદ્યાદાનના પ્રતાપે પંડિત જગજીવનદાસભાઈ સાચા ‘બ્રાહ્મણ' બન્યા હતા, અને અકિંચનપણું, અપરિગ્રહની ભાવના અને સ્ફટિકસમું નિર્મળ જીવન કેળવીને તેઓ આદર્શ શ્રમણ બન્યા હતા. સમતા એ એમના જીવનનો અખૂટ ખજાનો હતો. એ સમતાના રસનું પાન કરીને એમણે જીવન જીવી જાણ્યું અને મૃત્યુને પણ માણી જાણ્યું !
(તા. ૨૩-૪-૧૯૬૬)
(૮) સુશીલ, અપ્રમત્ત પંડિતવર્ય *કૈલાસચંદ્ર શાસ્ત્રી
પંડિતવર્ય શ્રી કૈલાસચંદ્ર શાસ્ત્રી દિગંબર જૈન સંઘમાં પ્રથમ કક્ષાના વિદ્વાન છે, અને ધર્મશાસ્ત્રોનો અને પ્રાચીન, અર્વાચીન દિગંબર સાહિત્યનો એમનો અભ્યાસ વ્યાપક, મર્મસ્પર્શી અને આધારભૂત ગણાય છે. એમણે પોતાની વિદ્વત્તાની પ્રસાદીરૂપે અનેક પુસ્તકોનાં સંશોધન, સંપાદન, સર્જન અને ભાષાંતર કરીને તેમ જ અનેક વિદ્વાનો તૈયાર કરીને પોતાના સંઘને ભેટ આપેલ છે. એમણે બનારસમાં સાઠેક વર્ષ પહેલાં સ્થપાયેલ દિગંબર જૈન સંઘની સુપ્રસિદ્ધ વિદ્યાસંસ્થા શ્રી સ્યાદ્વાદઆ નામની જોડણી ઉત્તરપ્રદેશની ઢબે કૈલાશચંદ્ર/ચંદ' એમ પણ કરાય છે. (સં.)
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org