________________
પંડિત શ્રી જગજીવનદાસભાઈ
૩૩૧ ધર્માનુરાગી પુત્ર તરીકે પોતાની મર્યાદિત આવકમાંથી પણ કકડે-કકડે પંડિતજીએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ નિમિત્તે, સાતસો રૂપિયા જેવી રકમ સુકૃતમાં વાપરી ત્યારે જ એમને સંતોષ થયો હતો.
પણ હજી યે વધુ આકરી કસોટી થવી બાકી હતી. વિ. સં. ૨૦૧૨માં પંડિતજી પડી ગયા; થાપાના હાડકાને ઈજા પહોંચી. એ ત્રણ મહિના ભારે વેદનામાં ગયા, પણ પંડિતજીએ સ્વસ્થતા જાળવીને એનો ઉપયોગ ઊંડા આત્મચિંતનમાં કર્યો. ત્યાર પછી તેઓ સાજા તો થયા, પણ પગે કાયમની ખોડ રહી ગઈ. તે પછી એમની તબિયતને લૂણો લાગ્યો, અને એમનું શરીર ધીમે-ધીમે ઘસાતું ગયું. પણ એમનું મન હતાશ થયું હોય કે વિદ્યાના અર્થીને જાકારો મળ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. તે પછી પૂરાં દશ વર્ષ સુધી ખુમારીપૂર્વક જીવીને તેઓ સ્વર્ગવાસી બન્યા.
પંડિતજીએ વિદ્યાર્થીઓની એવી પ્રીતિ મેળવેલી કે ઉજાણી કે પર્યટન જેવો કોઈ પણ પ્રસંગ હોય તો વિદ્યાર્થીઓ પંડિતજીને આગ્રહ કરીને સાથે રાખે; અરે આંખોના તેજ અંતર્મુખ થયા પછી પણ આ ક્રમ ચાલુ જ હતો! વિદ્યાર્થીઓને હંમેશાં એમ જ રહે કે અમારા ઉપકારી ગુરુ આનંદમાં રહે એવું કંઈક અમે કરીએ. વિદ્યાર્થીઓના પ્રેમને વશ થઈને, આંખો ગઈ હોવા છતાં પંડિતજી ક્યારેક સિનેમા જોવા (સાંભળવા) પણ જતા. અમારી સાથે સંત તુકારામનું મરાઠી બોલપટ જોવા આવ્યાનું સ્મરણ થતાં પંડિતજીનો પ્રેમ અને જીવનરસ કેવો અદ્ભુત હતો તે સમજી શકાય છે. શરીર સશક્ત રહ્યું ત્યાં સુધી આંખો ગયાનો અફસોસ એમને ભાગ્યે જ સતાવી શક્યો હશે. અને શરીર નબળું પડતું ગયું તે તબક્કે પણ એમની આંતરચિંતનની ધારા વધારે વેગીલી બનતી ગઈ.
પંડિતજીની તલસ્પર્શી વિદ્વત્તાથી આકર્ષાઈને ગુજરાતના સંસ્કૃતના જાણીતા અધ્યાપક શ્રી પ્રતાપરાય મોદી એમને કૉલેજમાં લઈ જવાનું વિચારતા હતા; પણ એ જ અરસામાં પંડિતજીની આંખો ચાલી ગઈ, એટલે એ ઇચ્છા અધૂરી જ રહી ! પણ પંડિતજીએ ક્યારેય એ માટે વસવસો નથી દાખવ્યો. દિવસો સુખના હોય કે સંકટના હોય, હંમેશાં મસ્તીમાં રહેવું અને આવી પડેલ સંકટનો વિકાસના વાહન તરીકે ઉપયોગ કરી લેવો એ પંડિતજીની વિરલ વિશેષતા હતી.
પંડિતજી પાસે અભ્યાસ કરી ગયેલ જૈન-જૈનેતર વિદ્યાર્થીઓમાંથી કેટલાય આજે સુખી છે અને ઊંચી પાયરીએ પહોંચ્યા છે. સૌની ભાવના એવી કે પંડિતજીને ચરણે ફૂલ નહીં ને ફૂલની પાંદડી ભેટ ધરીને ધન્ય બનીએ. પણ પંડિતજી તો આવા લોભથી સાવ અલિપ્ત જ રહ્યા. એક વાર એક વિદ્યાર્થીએ ઘણાં વરસો પહેલાં, એમના ચરણે વીસ રૂપિયા ભેટ ધર્યા. પણ એવી ધન-લોલુપતામાં ફસાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org