________________
શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
૪૪૭ સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સમાજના ઉત્કર્ષના મુખ્ય ઉપાય તરીકે શિક્ષણનો પ્રસાર કરવાની જે વાત શ્રી સંઘને બુલંદ સાદે સમજાવી હતી એનો પણ પ્રભાવ હોવો જોઈએ. શ્રી ચંદુભાઈના કાર્યકાળનાં છેલ્લાં પચીસેક વર્ષ વિદ્યાપ્રીતિને અને શિક્ષણ-સાહિત્યના પ્રસારને જ મોટે ભાગે સમર્પિત થયાં હતાં.
ઉત્તમ સાહિત્યને સુંદર-સુઘડ રૂપમાં પ્રકાશિત કરવાની શ્રી ચંદુભાઈની રુચિને મૂર્ત રૂપ મળવાનો અવકાશ મર્યાદિત પ્રમાણમાં જ મળ્યો હતો ; અને શ્રી ચંદુભાઈના મનને સંતોષ થાય એ રીતે, એ દિશામાં જે કંઈ કાર્ય થઈ શકયું તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફત જ. શ્રી ચંદુભાઈના સંચાલન દરમિયાન વિદ્યાલય તરફથી જે થોડાંક પણ પ્રકાશનો થયાં તે દેશના તેમ જ અમુક પ્રમાણમાં પરદેશના વિદ્વાનોની પણ પ્રશંસા મેળવી શક્યાં હતાં. આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રો, પૂજ્ય આગમ-પ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની દેખરેખ નીચે, વિદ્યાલય દ્વારા પ્રકાશિત થાય એ માટેની, ખૂબ નાણાં અને ખૂબ સમય-મહેનત માંગી લે એવી જંગી યોજના વિદ્યાલયે સ્વીકારી અને શરૂ કરી તે શ્રી ચંદુભાઈના કાર્યસમય દરમિયાન અને મુખ્યત્વે એમના જ અનુરોધથી. જૈન-આગમ-ગ્રંથમાળાના પ્રકાશનની આવી યોજના તૈયાર કરનાર-કરાવનાર વ્યક્તિની સાહિત્ય-પ્રકાશનની તમન્ના કેવી ઉત્કટ હશે તે સમજી શકાય છે. આ જ વાત વિદ્યાલયની “શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા” ગ્રંથમાળાને પણ લાગુ પડે છે.
શિક્ષણનો પ્રસાર કરીને સમાજને સ્વસ્થ, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની ભાવનાથી પ્રેરાઈને આવી કેટલીક સંસ્થાઓના સંચાલનમાં પણ શ્રી ચંદુભાઈએ જીવંત રસ લીધો હતો. પાલીતાણાનું યશોવિજય જેન ગુરુકુળ, મુંબઈનું જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, સુરેન્દ્રનગરની કેટલીક સંસ્થાઓ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય – આમ વિવિધ સંસ્થાઓના વિકાસ માટે શ્રી ચંદુભાઈએ મન દઈને કામ કર્યું હતું. તેમાં ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વિકાસ તો તેઓના જીવન સાથે જાણે એકરૂપ બની ગયો હતો. આ સંસ્થાનો અનેક શાખાઓ રૂપે જે વિકાસ થર્યો એમાં શ્રી ચંદુભાઈની ભાવના અને પ્રવૃત્તિનો ફાળો ઘણો નોંધપાત્ર હતો. સંસ્થા માટે સમાજમાંથી પૈસા મેળવવાની એમની આવડત અને શક્તિ અભુત હતી.
શ્રી ચંદુભાઈની એક ઝંખના એ પણ હતી કે વિજ્ઞાનના યુગમાં ઊછરતી આપણી નવી પેઢીની ભાવનાને સમજીને એમની ધર્મજિજ્ઞાસાને જગાડે અને પોષે એવું તેજસ્વી અને વ્યાપક અધ્યયન કરનાર ધાર્મિક શિક્ષકો તૈયાર કરવા માટે એક ખાસ સંસ્થાની સ્થાપના કરવી. એમની એ ઝંખના ભલે પુરાયા વગરની રહી, પણ અત્યારના સમયમાં તો આ વિચારનાં મૂલ્ય અને ઉપયોગ બંને વધી ગયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org