SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સુખલાલજી વાડાબંધીમાં અટવાઈ જાય (અને અમારી નમ્ર સમજ પ્રમાણે, અત્યારે મોટે ભાગે આવું જ બન્યું છે) તો શ્રીમદ્નું જીવન અને કાર્ય ગમે તેટલી ઉચ્ચ કે વિશિષ્ટ કોટિનું હોય, તો પણ એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચાડવાનું કાર્ય ઘણું મુશ્કેલ બનવાનું છે એ ચોક્કસ સમજી રાખવું, સામાન્ય જનતા તો બધા ધર્મોની મુલવણી શાસ્ત્રોના આધારે નહીં, પણ એના અનુયાયીઓના વર્તનને આધારે જ કરવા ટેવાયેલી છે. (તા. ૭-૧૧-૧૯૩૫, ૨૭-૧૧-૧૯૬૬ અને ૧૮-૧૧-૧૯૭૭ના લેખોમાંથી) (૨) પ્રજ્ઞાચક્ષુ શીલસમારાધક પંડિત સુખલાલજી અમદાવાદમાં તા. ૨-૩-૧૯૭૮ ગુરુવારના રોજ, ૯૭ વર્ષની પરિપક્વ વયે પંડિતવર્ય શ્રી સુખલાલજી સંઘવીનો સ્વર્ગવાસ થતાં, ભારતીય વિદ્યા, જૈન વિદ્યા અને ભારતીય દર્શનોની વિવિધ શાખાઓના પ્રકાંડ, અધિકૃત વિદ્વાન અને ભારતના ગૌરવ સમા જીવનસાધક મહાપુરુષ આપણાથી સદાને માટે વિદાય થયા ! પંડિતજીની જ્ઞાનોપાસના જેમ મર્મસ્પર્શી, સર્વસ્પર્શી, સત્યમૂલક અને સારગ્રાહી હતી, તેમ એ જીવનસ્પર્શી પણ હતી. આવી જીવનસ્પર્શી જ્ઞાનસાધનાને લીધે તેઓનું જીવન ખૂબ ઉજ્જ્વળ, ઉન્નત અને ધર્મપરાયણ બન્યું હતું. એમની આ ધર્મપરાયણતા એમનાં સમગ્ર વિચાર, વાણી અને વર્તનની મંગળકારી એકતા રૂપે તેમ જ અહિંસા, કરુણા અને વાત્સલ્ય રૂપે એમના નિકટના પરિચયમાં આવનાર સૌકોઈને અનુભવવા મળતી. “સાચું જ્ઞાન તેને જ કહેવાય કે જેનો ઉદય થયા પછી રાગ-દ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે” : પંડિતજીનું દીર્ઘ અને સત્યપરાયણ જીવન આ શાસ્ત્રવચનની યથાર્થતાની સાક્ષી પૂરે છે. માનવસમાજના વિકાસ અને કલ્યાણમાં અવરોધરૂપ બની જતા જરીપુરાણા વિચારો, આચારો, રીતરિવાજો તેમ જ અજ્ઞાન અને અંધશ્રદ્ધાનો તેઓ હંમેશાં સજ્જડ વિરોધ કરતા અને પ્રગતિકારક નવીન વિચારસરણી અને કાર્યવાહીને ઉમળકાથી આવકારવા સજ્જ રહેતા. આમ કરવા જતાં સમાજના રૂઢિગ્રસ્ત વર્ગ તરફથી જે કંઈ સંકટ આવી પડે તેને સહી લેતા. પંડિતજી સાચા અર્થમાં સુધારક હતા, અને કોઈ પણ પ્રશ્ન કે વાત ઉપર પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી સ્વતંત્ર ચિંતન કરીને એના હાર્દને પામવાનો પુરુષાર્થ કરવો એ એમનો સહજ સ્વભાવ હતો. તેઓના જીવનની કેટલીક વિગતોથી માહિતગાર થઈએ : પંડિત શ્રી સુખલાલજીનો જન્મ તા. ૮-૧૨-૧૮૮૦ના રોજ એક જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy