________________
અમૃત-સમીપે
“મહેન્દ્રભાઈએ પોતાનો અભ્યાસ, પ્રાથમિકથી કૉલેજ સુધીનો હુબલીમાં કર્યો. તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ. એ. કરી પોલિસ-લાઈનમાં જોડાવાની ઇચ્છાથી I.P.S.નો અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમ્યાન તેઓ રમતગમતમાં સૌથી મોખરે રહેતા, ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ લેતા. આઈ.પી.એસ.ની તાલીમ મસૂરી અને આબુ ખાતે મેળવી. ૧૯૬૯થી ઉત્તરપ્રદેશમાં પોલિસ-સર્વિસમાં પોતાની કારકિર્દી જિલ્લા પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે શરૂ કરી. અત્યાર સુધીમાં તેમણે એ પ્રદેશના મેરઠ, મુરાદાબાદ, બનારસ, ગાજીપુર, દેવરિયા અને હાલ ફરૂકાબાદ જિલ્લાના ફતેહગઢ ખાતે પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ત્યાંની પ્રજામાં પોતાની આગવી યશસ્વી પ્રતિભા પાડી છે. ત્યાંના ડાકુઓના પ્રદેશમાં જીવસટોસટની ઘટનાઓ વખતે પણ ખૂબ જ બહાદુરી, કુશળતા અને પરિશ્રમથી ત્યાંના પોલિસ-સર્વિસ-રેકર્ડમાં ખૂબ જ સાદા અને સીધા પણ શક્તિશાળી અધિકારી તરીકે તેમણે નામના મેળવી છે.
૫૯૪
“શ્રી મહેન્દ્રભાઈને વાચન તેમ જ પ્રવાસનો સારો શોખ છે. વાતો કરવાને બદલે કામમાં માને છે. ‘ફરજ પ્રથમ’ એ એમનો જીવનમંત્ર છે. કોઈ પણ જોખમી કામમાં નિર્ભયપણે ધસી જવું એ તેમનો ખાસ સ્વભાવ છે. લોકોના પ્રશ્નોને સમજી તેનો કેમ સફળતાપૂર્વક ઉકેલ લાવવો એ તેમનો સિદ્ધાંત છે. એટલે તેઓ જે જિલ્લામાં જાય છે, ત્યાંના લોકોનાં અને કાર્યકરોનાં હૃદયને જીતી લે છે. મુરાદાબાદમાં હતા ત્યારે હથિયારો બનાવવાનાં છૂપાં કારખાનાંઓ ખૂબ પરિશ્રમ અને સંકટો વેઠીને પકડી પાડેલ. બનારસમાં હતા ત્યારે વિદ્યાર્થી-આલમના ઝનૂની જુવાળને ખાળવામાં પણ તેમણે સફળ કામગીરી કરી, અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું પણ નિરાકરણ કરાવ્યું. છેલ્લે દેવરિયામાં હતા ત્યારે દેશના અર્થતંત્રને ખોરવી નાખનાર નકલી નોટો બનાવવાના કારખાનાની કડીઓ શોધી કાઢવામાં પાયાની કામગીરી કરી.
“આપણી જ્ઞાતિનો મુખ્ય વ્યવસાય વેપાર છે. પરંતુ શ્રી લાલકાએ પોલિસ-લાઈનમાં જોડાઈ પોતાના જ્ઞાતિબંધુઓને નવો રાહ ચીંધ્યો છે. પોલિસ-લાઈનમાં ઉચ્ચ હોદ્દે આટલી નાની વયમાં પહોંચનાર તેઓ પ્રથમ કચ્છી જૈન છે.
“શ્રી ખેતશી દેવશી દંડે મને હિંદીના વિખ્યાત માસિક ‘સત્યકથા’નો માર્ચ ૧૯૭૭નો અંક, તેમાં પ્રગટ થયેલા શ્રી અરુણેશ નીરનના ‘નાતી નોટોળા જારોવાર' નામે પ્રથમ મુખ્ય લેખ વાંચવા માટે મોકલ્યો, ત્યારે તે વિસ્તૃત લેખમાં શ્રી મહેન્દ્ર લાલકાએ બજાવેલ કામગીરીનો મુખ્ય ભાગ વાંચી ખૂબ આનંદ થયો. લેખની શરૂઆતમાં લેખકે શ્રી લાલકાની ભારોભાર પ્રશંસા કરતાં નીચેના શબ્દો ઉચ્ચાર્યા છે : ‘આ એક ખૂબ મોટો ચમત્કાર હતો. ગાજીપુરના પોલિસ-અધીક્ષક શ્રી લાલકાએ પોલિસના રેકોર્ડમાં સુવર્ણપૃષ્ઠો ઉમેરી દીધાં હતાં. સ્વતંત્ર ભારતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org