________________
શ્રી મહેન્દ્રભાઈ લાલકા
પ૯૩ “શ્રી કેશુભાઈમાં અદ્ભુત આકૃતિ-સૌષ્ઠવ હતું. ઊંચાઈ પણ ખાસ્સી છ ફીટની. તેઓ કુળપરંપરાગત જૈનધર્મના અનુયાયી હતા; સચ્ચરિત્ર અને પુરુષાર્થના એક પ્રતીકસમા હતા. તેમની વાણીમાં પ્રેમનો ઉમળકો હતો. વર્તનમાં ઉદાત્તતા અને સૌજન્ય હતું. પ્રસિદ્ધિનો કોઈ મોહ નહિ; સાદું, સીધું, નિરાડંબરી જીવન. તેમનું ગૃહસ્થજીવન પરસ્પરનિષ્ઠ, સુખી અને સંતુષ્ટ હતું. આઠે સંતાનોની આબાદી જોતાં-જોતાં અને જીવનની કૃતાર્થતા અનુભવતાં તેમણે જીવન પૂરું કર્યું. આ રીતે તેમનું જીવન પૂરું ભાગ્યશાળી ગણાય.”
(તા. ૧૮-૩-૧૯૯૭)
(૨૯) સત્યનિષ્ઠ, ભડ નરવર શ્રી મહેન્દ્રભાઈ લાલકા
જૈનસંઘના પૂર્વજો તો ખાંડાના ખેલ ખેલી જાણતા હતા, પણ સમયના વહેવા સાથે આપણું આ શૌર્ય આથમી ગયું અને આપણે કલમ અને ચોપડાના (વેપારના) ઉપાસક બની ગયા. આવી સ્થિતિમાં ક્યારેક કોઈક જૈન માડીજાયાએ વીર યોદ્ધાના જેવું જીવસટોસટનું પરાક્રમ કરી બતાવ્યાની શૌર્યકથા જાણવા મળે છે ત્યારે અંતર આનંદ અને ગૌરવની લાગણીથી ભરાઈ જાય છે.
આવી જ એક ઘટના મુંબઈથી પ્રગટ થતા “કચ્છી દશા ઓસવાળ પ્રકાશસમીક્ષા' માસિકના ગત ઑક્ટોબર માસના અંકમાં પ્રગટ થઈ છે. એ ઘટનામાં કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિમાં જન્મેલ અને પોલિસ-અધિકારી જેવા સાહસિક વ્યવસાયને સમજપૂર્વક અપનાવનાર શ્રી મહેન્દ્ર લાલકાની ગૌરવભરી સાહસકથા રજૂ થઈ છે. આ સાહસકથા જાણવા જેવી હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
ઉત્તર પ્રદેશના, ગુન્ડાઓ માટે કુખ્યાત જિલ્લા ગાજીપુરમાં એક અદ્ભુત બનાવ પોલિસ-રેકૉર્ડમાં નોંધાયો. ગાજીપુરના યુવાન પોલિસ અધીક્ષક શ્રી મહેન્દ્ર લાલકાએ અનહદ જહેમત, બુદ્ધિ-પ્રતિભા અને દોડધામથી ઉત્તરભારતમાં વિકસતું, ખૂબ જ મોટી સંખ્યામાં ખોટી નોટો બહાર પાડતું પ્રેસ, બધાં જ મશીનો તથા ટોળકીના દરેક સભ્યને ગિરફતાર કરીને, પોલિસ-રેકૉર્ડમાં સુવર્ણાક્ષરે આ ઘટના અંકિત કરી.
“આપણી જ્ઞાતિના શ્રી મહેન્દ્ર ગોવિદજી લાલકાએ પોલિસમાં દાખલ થઈને જ્ઞાતિના યુવાનો માટે નવી કારકિર્દીનો ચીલો પાડ્યો છે, જે જ્ઞાતિને ગૌરવ અપાવનારું છે. શ્રી મહેન્દ્ર લાલકાના વડીલો વેપારાર્થે વર્ષો પહેલાં કર્ણાટકના હુબલીમાં વસ્યા અને રૂનો વેપાર શરૂ કર્યો; અને હુબલીને પોતાનું વતન બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org