________________
શ્રી કલ્યાણજીભાઈ મહેતા
પ૯૫ પોલિસ-રેકોર્ડમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બનાવટી નોટો, ગુનેહગાર સહુ સભ્યો, પ્રેસ અને બ્લોકો પકડવાનું ઉદાહરણ મળતું નથી, જે શ્રી લાલકાએ કરી બતાવ્યું છે. પરંતુ આ ચમત્કાર કરી બતાવવા માટે શ્રી લાલકાને કેટલો પરિશ્રમ અને કેટલી દોડધામ કરવી પડી !'
લેખના અંતમાં લેખક જણાવે છે : “જ્યારે મેં શ્રી મહેન્દ્ર લાલકાને ફરીથી પૂછ્યું, “આપે આ કેસ ઉપર આટલી મહેનત કર્યા પછી એને સી.બી.આઈ.ને શા માટે સોંપી દીધો ? જો કે સમાચારપત્રોએ આ કેસના હીરો તરીકે આપને જ માન્યા છે, છતાં તેના યશનો કંઈક અંશ સી.બી.આઈ.વાળા પણ લઈ ગયા !” ત્યારે શ્રી લાલકાએ નમ્રતાથી જવાબ આપ્યો : “યશ ? યશ કોઈને પણ મળે, મને અનુભવ મળ્યો છે, જે મારા પોલિસ-જીવન માટે સહુથી વધારે મહત્ત્વપૂર્ણ છે. દેશની સેવા કરવાનો સુયોગ મને મળે એનાથી ચડિયાતું ઇનામ બીજું કયું
છે ?”
“કેવી ઉદારતા !”
જ્યાં આ સત્ય-ઘટના પોતે જ કથાના ઘડવૈયા યોદ્ધાની શૌર્યકથા કહેતી હોય ત્યાં એ ઉપર વિવેચન કરવાની શી જરૂર ? અમે ભાઈશ્રી મહેન્દ્ર લાલકાની આવી ઉજ્જવળ સફળતા માટે ગૌરવ અનુભવીએ છીએ, અને એમની કારકિર્દી વધુ ને વધુ સફળ અને યશસ્વી બને એવી અંતરની શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ.
(તા. ૧૪-૧-૧૯૭૮)
(૩૦) રાષ્ટ્રીય સેવકરન શ્રી કલ્યાણજીભાઈ
ગુજરાતના જનસેવાપરાયણ રાષ્ટ્રપુરુષ સ્વનામધન્ય શ્રી કલ્યાણજીભાઈ મહેતાનું અવસાન થયું અને સેવાનિષ્ઠા, નિઃસ્વાર્થવૃત્તિ, શીલ-સદાચારની ભાવના, ત્યાગ-સમર્પણશીલતા અને કર્તવ્યપરાયણતાથી શોભતું એક તેજસ્વી વ્યક્તિત્વ આપણી પાસેથી સદાને માટે હરાઈ ગયું.
શ્રી કલ્યાણજીભાઈની ઉંમર તો ૮૩ વર્ષ જેટલી પરિપક્વ હતી, પણ એમનું ચિત્ત સદા યુવાન, સદા વિકાસશીલ અને સદા જાગૃત હતું. અન્યાય, અધર્મ અને અત્યાચારને ક્યારે ય બરદાસ્ત ન કરવા, ગમે તે જોખમ ખેડીને પણ એની સામે થવું અને દુઃખિયાનાં દુઃખ દૂર કરવા દિલ દઈને ઝઝૂમવું એ શ્રી કલ્યાણજીભાઈની સહજ પ્રકૃતિ હતી. એમની તમામ જાહેર પ્રવૃત્તિઓનું ચક્ર તેઓની આ પ્રકૃતિની આસપાસ જ ગોઠવાયેલું હતું – ભલે પછી એ પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org