________________
૨૫૮
અમૃત સમીપે “પણ જ્યાં સુધી આપણા જૈન સાધુઓ ઉપર પૂંજીપતિઓનું વર્ચસ્વ છે ત્યાં સુધી આમાં કંઈ પણ પરિવર્તન થાય તેવી આશા નથી. ધર્મમય સમાજરચનાની પ્રક્રિયામાં ધનની નહીં પણ ધર્મની જ પ્રધાનતા છે. ધનથી સહયોગ કરવાવાળી વ્યક્તિ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તે કરે તો ધન લેવું, પણ નામના કે કીર્તિની ઇચ્છા સાથે આપે તો નહીં લેવું.”
ઉપરના લખાણથી મુનિ શ્રી જનકવિજયજીની મનોવૃત્તિ, વિચારસરણી અને પ્રવૃત્તિની રુચિનો ખ્યાલ આવી શકે છે. એમણે ધર્મમય સમાજરચના માટે કામ કરવાની જૈન મુનિવરો પાસે જે અપેક્ષા રાખી છે, તે મુનિઓના અત્યારના સંકુચિત માનસ અને બંધિયાર પ્રવૃત્તિક્ષેત્રને જોતાં, સફળ થાય એ બહુ ઓછું સંભવિત છે. પણ એથી વિશેષ નિરાશ થવાની જરૂર નથી. આપણા માટે તો મુનિશ્રી જનકવિજયજી જેવા, માનવીને માનવી બનાવવાનું જે સાચું ધર્મકાર્ય કરી રહ્યા છે એ જ સંતોષની વાત છે; અને એ માટે આપણે એ કલ્યાણવાંછુ મુનિવરનો આભાર માનવો ઘટે છે.
માનવીને માનવી બનાવવાનું કામ એ ખરી રીતે છ કાયની રક્ષા કરવા જેવું મહાન અને પવિત્ર ધર્મકાર્ય છે. એટલે માનવીનો તિરસ્કાર એ ખરી રીતે છ કાયની વિરાધના જેવું મોટું અધાર્મિક કાર્ય છે. ઊંચ-નીચપણાના કે બીજા સાંપ્રદાયિક વ્યામોહમાં પડીને આવું અધાર્મિક કાર્ય આપણે સૈકાઓ સુધી કર્યું. મુનિશ્રી જનકવિજયજી કે એવા અન્ય સાધુજનોનું માનવ-ઉત્થાનનું પુણ્યકાર્ય જોઈને હવે મોડે-મોડે પણ આપણે આવા અકાર્યથી વિરમીએ તો સારું.
(તા. ૨૫-૫-૧૯૬૮) એમ લાગે છે કે પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિને આ દિશામાં વાળીને એમણે, પોતાના દાદાગુરુ આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજીની લોકકલ્યાણ અને સમાજ કલ્યાણની ભાવનાનું સાતત્ય જાળવી રાખવાની સાથે, અહિંસામાં રહેલી અભુત સર્જકશક્તિનું દર્શન કરાવવામાં પોતાનો અદનો ફાળો આપ્યો છે.
એ સાચું છે કે મુનિશ્રી જનકવિજયજી માનવઘડતર અને સમાજહિતચિંતાનું પોતાનું કાર્ય અમુક મર્યાદામાં જ કરી શકે છે; પણ એથી એમના કાર્યના પાયાની મહત્તાનું મૂલ્ય ઓછું આંકવાની જરૂર નથી. અહીં મુખ્ય વાત મનની ઉદારતાની અને પ્રવૃત્તિની સાચી દિશાની જ છે.
મુનિશ્રીએ અમને બિલાસપુરથી તા. ૧૩-૮-૧૯૭૬ના રોજ એક સવિસ્તર પત્ર લખ્યો છે, એમાં એમણે પોતાની માનવ-ઘડતરની પ્રવૃત્તિ સંબંધી તથા જૈનસંઘની હિતચિંતા અંગેની કેટલીક માહિતી આપી છે. હરિયાણા પ્રદેશમાં આવેલ બિલાસપુર નામના નાનાસરખા ગામમાં ચોમાસુ રહીને તેઓ ગરીબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org