________________
શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ
૪૧૭ શ્રી મેઘજીભાઈની સ્મરણશક્તિ અજબ હતી અને વ્યવસ્થાશક્તિ તો ગજબની. દરેક પ્રશ્નની બધી બાજુઓ સમજવાની અને એની ઝીણી-ઝીણી વિગતોમાંની એકને પણ નજર-બહાર નહીં જવા દેવાની એમની શક્તિ તો હેરત પમાડે એવી હતી. આંકડાશાસ્ત્રમાં ય તેઓ એટલા જ નિપુણ હતા. પોતાના ધંધાના નફા-તોટાનો હિસાબ તો જાણે એમની આંગળીના ટેરવે રમ્યા કરતો. અધીરાઈ, અશાંતિ કે ઉતાવળ એમના સ્વભાવમાં જ ન હતી. કોઈ પણ બાબતને તેઓ પૂર્ણ સ્વસ્થતાપૂર્વક સમજતા અને સામાને સમજાવતા – જાણે સમતાનો સાગર ! ઘણી બાબતોની હૈયા-ઉકલતની વિરલ બક્ષિસે એમની ઓછા ભણતરની ખામીને ઢાંકી દીધી હતી. ખરી રીતે તો શ્રેષ્ઠ વિદ્યા કે હૈયા-ઉકલતની પ્રસાદી મળી હોય, તો નિશાળના ભણતર વગર પણ કેટલી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે એનું શ્રી મેઘજીભાઈનું યશસ્વી જીવન જ્વલંત ઉદાહરણ છે.
સત્તાવીસ વર્ષની ઉમરે એમનાં પત્નીનું અવસાન થતાં એમણે બીજું લગ્ન શ્રીમતી મણિબહેન સાથે કર્યું. તેઓ પણ ભણેલાં તો છે ફક્ત ચાર જ ચોપડી, પણ ઘર-વ્યવહાર ચલાવવાની તૈયા-ઉકલતે અને પતિના કામમાં સહાયભૂત થવાની ભાવનાએ એમને આદર્શ ગૃહિણી બનાવ્યાં છે. તેઓ પણ શ્રી મેઘજીભાઈ જેવાં જ સાદા, સરળ અને શાંત છે; પૈસાનું અભિમાન તો આ બડભાગી દંપતીને પૂછ્યું જ નથી. સાચે જ, તેઓ એ રીતે પ્રભુનાં ભક્ત છે.
સને ૧૯૪૩થી ૧૯૫૩નો દસકો એ શ્રી મેઘજીભાઈની કમાણીની ટોચનો દસકો હતો. માનવીને ધૂળમાંથી સોનું બનાવવાનો કીમિયો જડી જાય એમ શ્રી મેઘજીભાઈને બાવળની છાલમાંથી ચામડા કમાવાનું રસાયણ બનાવવાનો કીમિયો મળી ગયો. એ કીમિયો એવો તો સફળ થયો કે શ્રી મેઘજીભાઈને ત્યાં નાણાંની ટંકશાળ મંડાઈ ગઈ ! એમની સંપત્તિની જાણે કોઈ ગણતરી જ ન રહી, અને છતાં શ્રી મેઘજીભાઈની નજર-બહાર એક તણખલું ય ન હતું !
શ્રી મેઘજીભાઈ જેમ ઉદ્યોગોના મહાન પ્રયોજક હતા, તેમ જીવનના પણ એવા જ પ્રયોજક હતા. વેપાર-ઉદ્યોગની જેમ એમનું જીવન પણ યોજનાપૂર્વક ચાલતું; તેઓ અર્થસાધના અને જીવનસાધનાની બરાબર સમતુલા જાળવી શકતા. સાદાઈ અને સચ્ચાઈ તો એમને માતાના દૂધ સાથે જ મળી હતી. એ જ રીતે ધર્મમય જીવન જીવવાની ભાવના અને લોકકલ્યાણની વૃત્તિ પણ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હતી. બાહ્યાડંબરો અને ધર્મના નામે થતા જડ ક્રિયાકાંડો તરફ એમને ભારે અણગમો હતો. એમનું હાડ એક સમાજસુધારકનું હતું; ખર્ચાળ તેમ જ પ્રગતિરોધક રીતરિવાજોના તેઓ આકરા ટીકાકાર હતા. સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં તેઓ માનતા. વ્યવસ્થિત અને નિયમિત કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org