SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ અમૃત-સમીપે ; કરવાની અને કોઈ પણ કામને ખોરંભે નહીં નાખવાની એમની ટેવ હતી. આ માટે તેઓ અંગ્રેજોની કાર્યપદ્ધતિની ખૂબ પ્રશંસા કરતા. એમનું જીવન ક૨કસ૨ભર્યું હતું. આટલી અઢળક સંપત્તિ છતાં તેઓ સાદાં વસ્ત્રો પહેરતા અને તે પણ ઘરે ધોયેલાં અને ઘરે જ ઇસ્ત્રી કરેલાં. નીતિમત્તાના નાશને તેઓ સર્વનાશ માનતા; આપણા દેશમાં વધી રહેલી નીતિભ્રષ્ટતાથી એમને ખૂબ દુઃખ થતું. આમ તેમનું આખું જીવન યોજનાપૂર્વક ચાલતું હતું, અને જિંદગીમાં કોઈ એવી ભૂલ કે બેદરકારી ન થઈ જાય કે જેથી જીતની બાજી હારમાં પલટાઈ જાય એની તેઓ પૂરેપૂરી તકેદારી રાખતા. આ તકેદારીએ જ એમની જિંદગીની મજલની અરધી સદી પૂરી થાય એ પહેલાં સજાગ બનાવી દીધા. સને ૧૯૫૩ની સાલમાં તેઓ ધંધાની ઉન્નતિના શિખરે પહોંચ્યા હતા, અણધારી કમાણી થતી રહેતી હતી જાણે લક્ષ્મીજી સ્વયં સામે ચાલીને એમને આંગણે પધારતાં હતાં ! આવી અઢળક કમાણીના સમયે કોઈ પણ લક્ષ્મીપતિ વધુ લક્ષ્મી મેળવવાની લાલચમાં ફસાઈ જાય; પૈસાથી ભલા કોને સંતોષ થયો છે ? પણ લક્ષ્મીજીની છોળોના આ સમયે જ, ૪૯ વર્ષની ઉંમરે શ્રી મેઘજીભાઈએ પોતાના ઉદ્યોગ-ધંધા ઉપર નિયંત્રણ મૂકવાનું નક્કી કર્યું, અને ધીમે-ધીમે પ્રવૃત્તિ તરફ મોં ફે૨વીને નિવૃત્તિ તરફ જવાની શરૂઆત કરી. આ એવો મધ્યાહ્નનો સમય હતો, જ્યારે શ્રી મેઘજીભાઈની આફ્રિકાવાસની ૩૫ વર્ષની કારકિર્દીને અંતે એમની હિંદમાં સાત અને આફ્રિકા તેમજ બીજા દેશોમાં પંચાવન માતબર પેઢીઓ ધીકતો ધંધો ચલાવતી હતી. પણ શ્રી મેઘજીભાઈ કરોળિયાની જેમ પોતાની જ માયાજાળમાં અટવાઈ જઈને જીવન હારી જવા માગતા ન હતા. એમણે પોતાના પથારાને સંકેલવો શરૂ કર્યો. કેવો શાણો, કેવો દીર્ઘદૃષ્ટિ ધરાવતો પુરુષ ! શ્રી મેઘજીભાઈને સાવ શૂન્યમાંથી સર્જન ક૨વા ભારે કપરા સંજોગોમાં આગળ વધવું પડ્યું હતું એ વાત તેઓ કદી ભૂલ્યા ન હતા. તેથી જ સામાન્ય ગરીબ માનવીનું હિત સાધવાની વાત સદા એમના હૈયે વસેલી રહેતી અને પોતાનું અઢળક નાણું લોકકલ્યાણ કાજે ઉદારતાપૂર્વક વાપરવાની પ્રેરણા એમને મળતી રહેતી. યુગયુગના દાનવીરોમાં શ્રી મેઘજીભાઈ ગૌરવભર્યું સ્થાન શોભાવશે. - શ્રી મેઘજીભાઈના દાનની પણ એક વિશેષતા હતી. જેમ તેઓ વેપારઉદ્યોગ અને પોતાનું જીવન યોજનાપૂર્વક ચલાવતા હતા, તેમ એમના દાનનો પ્રવાહ પણ યોજનાપૂર્વક જ વહેતો હતો. દાન આપીને સામાની ભીખ માગવાની વૃત્તિને ઉત્તેજવી કે અમુક વર્ગને જ લાભ મળે એવી સંકુચિત મનોવૃત્તિથી દાન આપવું એમને હરિગજ મંજૂર ન હતું. પોતાના દાનથી દેશ અને સમાજ સમૃદ્ધ બને અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy