SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અમૃત-સમીપે આવતો હોય તો ભલે આજે આવે, એવી એમની તૈયારી હતી. આચાર્યશ્રી તો સમાધિ અને જાગૃતિપૂર્વક કાળધર્મને આવકા૨ીને કૃતાર્થ થઈ ગયા. સ્વર્ગસ્થ આચાર્યશ્રીના પવિત્ર સાંનિધ્યમાં થોડો સમય પણ બેસવાનો સુઅવસર મળે, અને જાણે સમતાના સરોવરનો આહ્લાદ અનુભવીએ. કેવું સ્વસ્થ, શાંત, સૌમ્ય એ વ્યક્તિત્વ ! એ વ્યક્તિત્વે જાણી-સમજીને પોતાના તેજને છુપાવી દીધું હતું : એ જ આ આચાર્યશ્રીની સંયમસાધનાની અતિવિરલ વિશેષતા. ગુજરાતનું ઇતિહાસપ્રસિદ્ધ પ્રાચીન ધર્મનગર ખંભાત તેઓની જન્મભૂમિ : મંત્રીશ્વર ઉદયન અને મહામંત્રી વસ્તુપાળની કર્મભૂમિ. વિ. સં. ૧૯૪૪ના પોષ શુદિ ૧૧ના રોજ એમનો જન્મ. પિતાનું નામ શ્રી છોટાલાલ પાનાચંદ ઘીયા, માતાનું નામ પરસનબાઈ. પાંચ સંતાનમાં તેઓ વચેટ. એમનું પોતાનું નામ ઊજમશી. ઊજમશીને બે મોટા ભાઈ, એક નાનો ભાઈ અને એક નાની બહેન. વાણિયાનો દીકરો એટલે ભણ્યા વગર તો કેમ ચાલે ? પણ મનમાં છૂપા-છૂપા કોઈ એવા સંસ્કાર કામ કરે કે જેની આગળ ભણતર-ગણતર, વેપાર-વણજ કે પૈસો-ટકો બધું ફીકું લાગે. એમાં ધર્મભક્તિપરાયણ ખંભાત શહેર, ધર્મપ્રેમી કુટુંબ અને ધર્માનુરાગી માતા-પિતા. યૌવનને આંગણે પગ મૂકતાં-મૂકતાં તો ઊજમશીનું અંતર ભોગ-વિલાસના સુંવાળા માર્ગેથી પાછું વળીને ત્યાગ-વૈરાગ્યના કઠોર માર્ગ ઉપર ડગ ભરવા તલસી રહ્યું. અને ત્યાગ-વૈરાગ્યના એ અંકુરને વધવાનો સુયોગ પણ વેળાસર મળી ગયો. એક બાજુ, વિ. સં. ૧૯૬૧માં પિતાજીનું શિરછત્ર સદાને માટે હરાઈ ગયું અને ઊજમશીનું અંતર સંસારની અસારતા અને જીવનની અસ્થિરતાને વિચારી રહ્યું ! બીજી બાજુ, એ જ અરસામાં, જૈનસંઘના પરમપ્રતાપી આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીના (તે સમયે મુનિરાજ શ્રી નેમિવિજયજીના) પારસમણિ સમા સંપર્ક અને હૃદયસ્પર્શી ધર્મોપદેશનો સુયોગ મળી ગયો. ઊજમશીને પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવાનો માર્ગ જડી ગયો. પછી તો, થોડો પણ સમય ગુમાવ્યા વગર વિ. સં. ૧૯૬૨ના વૈશાખ સુદિ પાંચમે માતર પાસેના દેવા ગામમાં તેઓએ મુ. શ્રી નેમિવિજયજી પાસે એમના જ શિષ્ય તરીકે દીક્ષા લીધી. પોતાના શિષ્યસમુદાયના અધ્યયન અને આચાર-પાલન માટેનો નેમિસૂરિજીનો આગ્રહ અને કડપ કહેવતરૂપ હતો. બીજી બાજુ શિષ્યોની જ્ઞાનસાધનામાં સુયોગ્ય પંડિત કે સાધનસામગ્રીની ખામી અંતરાયરૂપ ન બને એની પણ તેઓ પૂરી કાળજી રાખતા. અને અધ્યયનમાં ખંતપૂર્વક આગળ વધતા શિષ્યો ઉપર વાત્સલ્ય વરસાવવામાં અને એમને પ્રોત્સાહન આપવામાં પણ જરા ય ખામી આવવા ન દેતા. આ તાલાવેલીને લીધે જ તેઓ જુદા-જુદા અનેક વિષયોના મર્મજ્ઞ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy