________________
પ૭૨
અમૃત-સમીપે આ નોંધ લખવાનું નિમિત્ત તો શ્રી મનુભાઈ તાજેતરમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનાર્ય-મંત્રીપદેથી, છ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા એ છે. આ નોંધ લખતી વખતે મનમાં એમ થાય જ છે કે આવા બાહોશ, ઠરેલ, શાણા, નિખાલસ અને નિષ્ઠાવાન કાર્યકરનો વિદ્યાલયે વધુ લાભ લીધો હોત, તો સારું થાત. પણ એ તો જેવી ભવિતવ્યતા. બાકી મનુભાઈએ તો જાહેરજીવનની જવાબદારીને નિષ્ઠાપૂર્વક અદા કરવાની એમના વડીલ સદ્ગત શ્રી મોતીચંદભાઈ કાપડિયાએ પ્રસ્થાપિત કરેલી પરંપરાનું યથાર્થ રીતે અનુસરણ કરીને એ પરંપરાને અને પોતાના જીવનને વિશેષ ગૌરવશાળી બનાવ્યાં છે. આવી કાર્યનિષ્ઠા અને ગુણસંપત્તિ માટે અમે શ્રી મનુભાઈને હાર્દિક અભિનંદન આપીએ છીએ, અને તેઓ તંદુરસ્તી અને સુખશાંતિભર્યું સુદીર્ઘ જીવન ભોગવે અને સેવાપ્રવૃત્તિ દ્વારા વિશેષ યશ પ્રાપ્ત કરે એવી અંતરની શુભેચ્છા પાઠવીએ છીએ.
(તા. ૨૮-૧૨-૧૯૬૮)
(૨૨) સેવાઘેલા શ્રી કિરચંદભાઈ કોઠારી
જીવનવ્રત સેવાનું, જીવનકાર્ય કેળવણીના તંદુરસ્ત માધ્યમ દ્વારા ઊછરતી પેઢીને સુસંસ્કારના દાનનું, જન્મ વિત્ત-ઉપાસક વણિકળમાં, મહોબ્બત અકિચન બ્રાહ્મણના જેવી ફકીરી સાથે : શ્રી કિરચંદભાઈ કોઠારીના જીવન અને કાર્યનો આ વિલક્ષણ સાર છે. તા. ૪--૧૯૭૭ના રોજ સુરેન્દ્રનગરમાં આપણા આવા એક આજીવન શિક્ષક અને સંસ્કારદાતા જનસેવકનું અવસાન થતાં એક નિષ્ઠાવાન, નેકદિલ, કર્તવ્યપરાયણ કાર્યકરની વસમી ખોટ પડી.
શ્રી કિરચંદભાઈનો જન્મ વિ. સં. ૧૯૫૫માં વઢવાણ શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ શિવલાલભાઈ કોઠારી. અભ્યાસ તો નૉનમૅટ્રિક જેટલો; અને અભ્યાસ તરફ એમને વિશેષ રુચિ પણ ન હતી. પણ પરિસ્થિતિને પહોંચી વળવાનું ખમીર એમનામાં હતુંઅને એથી ય વધારે ઉત્કટ હતી એમની જાહેરજીવનની ભાવના અને લોકસેવાની તમન્ના.
એમણે આજીવિકા માટે નોકરી કરી, સટ્ટો કર્યો અને મારફતનું કામ પણ કરી જોયું; પણ સેવા અને સંસ્કારના આશક એ જીવને એમાં નિરાંત ન લાગી. લગ્ન તો થયાં જ હતાં; એટલે અલગારી થઈને ફરવું પણ પાલવે એમ ન હતું. અંતરની ભારે વિમાસણનો એ સમય હતો. પણ કુદરતે એને ખરે વખતે સહાય કરી, અને શ્રી કિરચંદભાઈનો જીવનમાર્ગ નિશ્ચિત થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org