________________
૩૨૪
અમૃત-સમીપે પ્રેરાઈને શિક્ષણસંસ્થાઓને જ પોતાની સેવા આપતા રહ્યા. જૈન સમાજ શ્રી ફૂલચંદભાઈની આવી એકધારી એકનિષ્ઠ સેવાને ક્યારેય વીસરી શકે એમ નથી.
પોતાનો અભ્યાસકાળ પૂરો થતાં, જીવનની બીજી વીશીના પ્રારંભથી જ શ્રી ફૂલચંદભાઈ આપણી શિક્ષણસંસ્થાઓ સાથે જોડાયા હતા. સૌથી પહેલાં તેઓ પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના સુપરિન્ટેન્ડન્ટ તરીકે જોડાયા હતા. ત્યાર પછી આપણી અનેક શિક્ષણસંસ્થાઓને એમનો લાભ લેવાનો સુઅવસર મળ્યો છે. પાટણ જૈન મંડળના છાત્રાલયમાં એમણે બે વાર કામ કર્યું છે. શિવપુરીની પાઠશાળા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ જ્યારે આગ્રામાં હતી ત્યારે એમણે કેટલોક વખત એનું સંચાલન કર્યું હતું. સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પંજાબમાં ગુજરાનવાલામાં સ્થાપેલ શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ સાથે જોડાઈને એ સંસ્થાને સ્થિર અને પગભર કરવામાં એમણે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો હતો. વચમાં આગ્રાના શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરના ફ્યૂરેટર તરીકે પણ એમણે કાર્ય કર્યું હતું. ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના છાત્રાલયમાં પણ એમણે છએક વર્ષ યશસ્વી રીતે કામ કર્યું હતું. છેલ્લે-છેલ્લે સને ૧૯૪૩ની સાલથી તેઓ પાલીતાણાના યશોવિજય જૈન ગુરુકુળ સાથે જોડાયા, અને પૂરાં ૧૮ વર્ષની સફળ કામગીરી પછી તેઓ એ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. આ રીતે ગુરુકુળમાં શરૂઆતનાં બે વર્ષ અને પછીનાં અઢાર વર્ષ મળીને પૂરાં વીસ વર્ષ સુધી અને આપણી બીજી શિક્ષણસંસ્થાઓમાં બાવીશેક વર્ષ સુધી એમ બે વીશીથીયે વધુ સમય સુધી શ્રી ફૂલચંદભાઈએ જે સેવા કરી છે, વિદ્યાર્થીઓના ઘડતરમાં જે અગત્યનો ફાળો આપ્યો છે અને સેંકડો વિદ્યાર્થીઓના અંતરમાં મુરબ્બી કે વડીલ તરીકેનું આત્મીયતાભર્યું જે સ્થાન મેળવ્યું છે તે સૌ કોઈની પ્રશંસા માગી લે એવાં છે.
"
શ્રી ફૂલચંદભાઈમાં છાત્રાલયોના સંચાલનની શક્તિ તો છે જ પણ સંસ્થાઓ માટે નાણાં એકત્ર કરવાની જે શક્તિ છે, એ તો બહુ વિરલ છે. આ વિશિષ્ટ શક્તિને લીધે તેઓ જે સંસ્થામાં કામ કરતા હોય એના માત્ર સંચાલક જ નથી રહેતા, પણ એના પ્રાણરૂપ બની જઈને ચોવીસે કલાક એના અભ્યુદયની ચિંતા કરતા રહે છે. અત્યારના સમયમાં આવી નિષ્ઠા મળવી સુલભ નથી.
વળી શ્રી ફૂલચંદભાઈમાં બોલવાની અને લખવાની પણ શક્તિ છે. લાગણી અને ભાવનાથી ઊભરાતાં એમનાં વ્યાખ્યાનો કંઈક શ્રોતાઓના અંતરને સ્પર્શી જાય છે. અને એમની કલમથી નાનાં-મોટાં પુસ્તકો પણ લખાયાં છે.
હેતાળ હૃદય, કોઈનું પણ કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, પ્રગતિશીલ વિચા૨સ૨ણી, મિલનસાર સ્વભાવ, સાદું સરળ જીવન વગેરે શ્રી ફૂલચંદભાઈના
Jain Education International.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org