SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી ૧૪૭ તેઓના હાથે સંખ્યાબંધ પ્રતિષ્ઠાઓ તેમ જ અનેક ધર્મોત્સવો થયાં છે. એ રીતે ૪૮ વર્ષના નાના આયુષ્યને સ્વ અને પર બંનેનો યથાશક્ય ઉપકાર કરીને તેઓએ કૃતાર્થ કર્યું હતું. (તા. ૭-૧૨-૧૯૬૩) (૧૧) ભુલાયેલ ધ્યાનમાર્ગના સાધક આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી યોગનિષ્ઠ, સંતહૃદય, સમાજહિતચિંતક આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિક્રમની વીસમી સદીના શાસનપ્રભાવક મહાપુરુષ થઈ ગયા. તેઓનું ભવ્ય જીવન કેવળ જૈનસંઘ અથવા કેવળ વ્યાપક માનવસમાજ તરફ જ નહીં, પરંતુ સમગ્ર જીવસમુદાય તરફ મૈત્રીભાવ અને ધર્મવાત્સલ્ય રાખવાના જૈનધર્મના ઉચ્ચ આદર્શને વરેલું હતું; અને એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવી દેવા માટે તેઓએ જીવનભર પુરુષાર્થ કર્યો હતો. કોઈ પણ સંસ્કૃતિની સંતપરંપરાને અસ્ખલિતપણે અને સબળ રીતે ચાલુ રાખવાનું કામ ભારે કપરું છે. બળ, સંપત્તિ, જ્ઞાન જેવી લૌકિક બાબતોની પરંપરાને અસ્ખલિત રાખવાનાં કાર્ય કરતાં આત્મદર્શનની પરંપરાને વહેતી રાખવાનું કાર્ય વિશેષ વિકટ છે; કારણ કે એમાં આડંબરો કે દેખાવોથી વિરક્ત થવાની સાથે-સાથે, આંતરિક રીતે ઇન્દ્રિયદમન, મનોનિગ્રહ અને કષાયનિવૃત્તિનો વેરાન લાગતો માર્ગ એકાકી રીતે ખેડવાનો રહે છે. તેથી જ સમયના પ્રવાહની સાથે બરાબર તાલ મિલાવી શકે એવી અસ્ખલિત સંતપરંપરા ભાગ્યે જ જોવા મળે છે. આમ છતાં, સમયે-સમયે આ પરંપરામાં આત્માના આશક એવા અધ્યાત્મયોગીઓ થતા જ રહ્યા છે, જેઓ એ પરંપરાના સીમાસ્તંભરૂપ બની એને પ્રકાશિત રાખે છે. ધરતી કદી સંતવિહોણી બની નથી અને બની શકે પણ નહીં. એટલે આવા સંતો આપણા સૌનાં વિશેષ સન્માન અને અનુશીલનના અધિકારી ગણાવા જોઈએ. સ્વ. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી અત્યારના યુગના આવા જ એક સંતપુરુષ હતા. છેલ્લા ચારેક સૈકામાં જે થોડા અધ્યાત્મયોગીઓ જૈન પરંપરામાં થઈ ગયા, તેમાં તેમની પણ ગણના અવશ્ય થઈ શકે. ૧૭મી સદીના અંતમાં અને ૧૮મી સદીના પૂર્વાર્ધમાં યોગીશ્રી લાભાનંદ ઊર્ફે વિખ્યાત આનંદઘનજીએ અવધૂતોને પ્રિય એવા આત્મચિંતન અને યોગમસ્તીના માર્ગનું ખેડાણ કર્યું. ૧૯મી સદીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy