SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અમૃત સમીપે જ્ઞાનસારજીએ એ માર્ગને દીપાવ્યો. ૨૦મી સદીના પ્રારંભમાં શ્રી કપૂરવિજયજી (ચિદાનંદજી) થઈ ગયા, અને ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં સ્વ. આ. બુદ્ધિસાગરસૂરિજી એ રાહના રાહદારી બન્યા. સ્વર્ગસ્થ સૂરિજીની યોગનિષ્ઠા અને યોગપ્રિયતાના કારણે, તેઓ સાચી જ રીતે “યોગનિષ્ઠબિરુદથી જાણીતા થયા છે. સમાજની વ્યવસ્થામાં અમુક વર્ણ કે જ્ઞાતિને ઉચ્ચ અને અમુક વર્ણ કે જ્ઞાતિને હલકાં લેખીને માનવસમૂહમાં ઊંચ-નીચપણાનો ગમે તેટલો ભેદ પાડવામાં આવે, પણ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મના દ્વારે તો ન આવા ભેદને કોઈ સ્થાન છે, ન કોઈ પણ પ્રકારનું મહત્ત્વ; આવા ભેદો કેવળ નકલી અને ખુદ માનવજાતના જ વિરોધી એવા સ્વાર્થી, સત્તાપ્રેમી, સંકુચિત મનના માનવીઓએ જ ઊભા કરેલા જૈન સંસ્કૃતિમાં સાચો મહિમા ઉચ્ચ ગણાતાં વર્ણ, કુળ કે જ્ઞાતિમાં જન્મ લેવાનો નહીં, પણ કર્મનો છે. સારી, સાચી અને ઊંચા પ્રકારની કરણી કરે તે સારો, સાચો અને ઊંચો અને તેથી વિપરીત પ્રવૃત્તિ કરે તે ખરાબ, ખોટો અને હલકો : જૈન સંસ્કૃતિનો આ ગજ છે; અને જૈન ધર્મની અન્ય ધર્મો કરતાં વિશિષ્ટતા દર્શાવતી સાચી ભેદરેખા પણ આ જ છે. સમાજમાં હલકા ગણાતાં કુળ, જ્ઞાતિ કે વર્ણમાં ઉત્પન્ન થયેલ સંખ્યાબંધ આત્માઓ તીર્થંકરના ધર્મનું આલંબન લઈને પોતાના આત્માનો ઉદ્ધાર કરી ગયા છે; એમાંના કેટલાકની નોંધો પણ આપણાં ધર્મશાસ્ત્રોમાં સચવાયેલી છે. આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરિજીની જીવનસાધના અને એમાં એમણે મેળવેલી સિદ્ધિ આવાં પ્રેરક ઉદાહરણોમાં આફ્લાદક ઉમેરો કરે છે. ક્યાં અભણ ગણાતી અને મહેનત-મજૂરી કરીને જીવવા ટેવાયેલી કણબી કોમ, અને ક્યાં એ કોમમાંથી પાકેલ સાહિત્યસિદ્ધ અને યોગસિદ્ધ આત્મસ્વરૂપથી જળહળતા આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ! આ જોઈને પળવાર તો લીંબડે કેરી પાક્યા જેવી કે કચરામાંથી હીરો મળી આવ્યા જેવી નવાઈ લાગે ! - આચાર્યશ્રીનું વતન ઉત્તર ગુજરાતમાં વીજાપુર ગામ. પિતાનું નામ પટેલ શિવદાસ, માતાનું નામ અંબાબાઈ. વિ. સં. ૧૯૩૦ના શિવરાત્રીના મહાપર્વના દિવસે એમનો જન્મ; નામ બહેચર. એ નામની પણ એક નાનકડી રોમાંચક વાત છે. બાળક દોઢેક વર્ષનું થયું હશે. ઘરનાં બધાં ખેતરે કામ કરતાં હતાં. જેઠનો મહિનો હતો; ગરમી કહે મારું કામ. બાળકને પિલુડીની છાયામાં, ડાળ ઉપર બાંધેલ ખોયામાં સુવાડ્યું હતું. અચાનક માતાની નજર એ તરફ ગઈ. જોયું તો એક ફણીધર નાગ ત્યાં ઝૂલી રહ્યો હતો; જરાક નીચે ખોયામાં ઊતરે અને ડંખ મારે એટલી જ વાર : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy