________________
૧૪૭
અમૃત-સમીપે આ કારણે તેઓ પોતાનો સમય ધર્મના અભ્યાસ-પાલન-પ્રચારમાં જ વિતાવતા હતા; ધાર્મિક ક્રિયાઓમાં પણ ઊંડો રસ લેતા હતા. શાસ્ત્રના નિયમિત પરિશીલન તેમ જ વફ્તત્વની સહજ ફુરણાને લીધે એમનાં વ્યાખ્યાનો અર્થગંભીર છતાં સુગમ તેમ જ અસરકારક બનતાં હતાં; શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા હતા. એમની આવી મોહક વ્યાખ્યાનશક્તિના લીધે મધ્યપ્રદેશના ધમતરીના સંઘે એમને વ્યાખ્યાનવાચસ્પતિ' પદવી આપી હતી, અને એમના ઊંડા શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રોની અઘરી વાતોને સરળતાપૂર્વક સમજાવવાની શૈલીને લીધે બંગાળના શ્રીસંઘે એમને “સિદ્ધાંત-મહોદધિ'ની પદવી અર્પણ કરી હતી.
તેઓનું વતન સૌરાષ્ટ્રમાં ભાવનગર. એમનો જન્મ ત્યાં વિ.સં. ૧૯૭૨ની સાલમાં થયેલો. એમના પિતાનું નામ કલ્યાણચંદ્રજી, માતાનું નામ દિવાળીબહેન અને એમનું પોતાનું નામ વિજયચંદ. એમને નાનપણથી જ ધર્મભાવનાનો વારસો મળેલો; એટલે સાત વર્ષની ઉંમરે તેઓ જયપુરના યતિશ્રી શ્યામલાલજી પાસે યતિદીક્ષા અંગીકારી શાસ્ત્રાભ્યાસમાં લાગી ગયા.
| વિ. સં. ૧૯૯૭-૯૮ના અરસામાં બિકાનેરની ખરતરગચ્છીય ગાદીના શ્રીપૂજ્ય શ્રી જિનચારિત્રસૂરિજીનો સ્વર્ગવાસ થતાં એમના સ્થાને નવા શ્રીપૂજ્યની સ્થાપના કરવાનો સવાલ આવ્યો. એ વખતે શ્રી જિનવિજયેન્દ્રસૂરિજીની ઉમર કેવળ ૨૫ વર્ષની જ હતી; છતાં, એમનાં શાસ્ત્રાભ્યાસ, સમતા, ઠરેલપણું, સહૃદયતા વગેરે ગુણોથી આકર્ષાઈ એમને એ ગાદી ઉપર બેસારવામાં આવ્યા.
ખટપટથી સદા દૂર રહેવું, ધર્માચારના પાલનમાં દત્તચિત્ત રહેવું, સંઘકલ્યાણ અને લોકકલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું એ એમનો સહજ સ્વભાવ હતો. એમની નમ્રતા, સરળતા અને સહૃદયતા દાખલારૂપ બની રહે એવી હતી. તેઓ ગુણના સાચા ઉપાસક, ગચ્છના કદાગ્રહથી મુક્ત, ઉદાર દષ્ટિવાળા શ્રીપૂજ્ય
હતા.
- સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય અને રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાનના મુખ્ય સંચાલક (ડાયરેક્ટર) મુનિશ્રી જિનવિજયજી સાથે તેઓ ખૂબ સ્નેહસંબંધ ધરાવતા હતા. તેઓની પ્રેરણાથી શ્રીપૂજ્યજીએ પોતાની પાસેનો પાંચેક હજાર જેટલા હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાનને ભેટ આપ્યો હતો. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનાં જતન તેમ જ સુલભપણાની દૃષ્ટિએ શ્રીપુજ્યજીએ જે દીર્ઘદૃષ્ટિભરી ઉદારતા દાખવી છે તેનું બીજાઓએ અનુકરણ કરવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org