________________
આ. જિનવિજયેન્દ્રસૂરિજી
(૧૦) અપ્રમત્ત ધર્મોપાસક ‘શ્રીપૂજ્ય’ આ. જિનવિજયેન્દ્રસૂરિજી
ખરતરગચ્છની બિકાનેરની ગાદીના શ્રીપૂજ્યજી આચાર્યશ્રી જિનવિજયેન્દ્રસૂરિજીનો બિકાનેરમાં બેસતા વર્ષના પરોઢિયે તા. ૧૮-૧૦-૧૯૬૩ના રોજ, ૪૮ વર્ષની નાની ઉંમરે સ્વર્ગવાસ થતાં ખરતરગચ્છને તેમ જ જૈનસંઘને પણ એક ધર્મપરાયણ અને સદ્ભાવનાશીલ શ્રીપૂજ્યજીની ખોટ પડી છે.
યતિ-સમુદાય યા યતિસંસ્થા જૈનસંઘના ઇતિહાસમાં પ્રાચીન સમયથી જ અગત્યનું સ્થાન ધરાવે છે. જૈન શ્રમણના ઉત્કટ ચારિત્રપાલનની દૃષ્ટિએ કંઈક મધ્યમકોટીનું ચારિત્ર એ યતિસંસ્થાની મર્યાદા છે. પણ આટલી મર્યાદાની સાથોસાથ જ્યોતિષ, વૈદ્યક, મંત્રતંત્ર, શાસ્ત્રાધ્યયન અને વિદ્યાવિતરણ દ્વારા એ સંસ્થાએ જે લોકોપકાર કર્યો છે તે એ સંસ્થા પ્રત્યે બહુમાનની લાગણી ઉત્પન્ન કરે એવો છે. જૈન જ્ઞાનભંડારો સ્થાપવામાં, એ ભંડારોને મહત્ત્વના જૈન-જૈનેતર હસ્તલિખિત ગ્રંથોથી સમૃદ્ધ કરવામાં, તેમ જ એનું યથાશક્ય જતન કરવામા યતિસંસ્થાએ કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. એક રીતે કહીએ તો સંખ્યાબંધ યતિઓએ જ્યોતિષઆયુર્વેદના જતનની અને જનસમૂહમાં વિદ્યાપ્રસારની પ્રવૃત્તિ દ્વારા લોકગુરુ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
૧૪૫
આચાર્યશ્રી જિનવિજયેન્દ્રસૂરિજી પણ આવી લોકોપકારક પરંપરામાંના જ એક હતા, અને પોતાની મિતભાષિતા તેમ જ મિષ્ટભાષિતા, મુલાયમ સ્વભાવ, ધર્મપરાયણ વૃત્તિ વગેરે ગુણોને લીધે પોતાના ગચ્છમાં તેમ જ પરિચયમાં આવનાર સૌ-કોઈના અંતરમાં બહુમાન અને આદરભર્યું સ્થાન પામ્યા હતા.
તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો અમુક વેશ પહેરી લેવા-માત્રથી માનવીના મનનું પણ પરિવર્તન થઈ જાય એવો કોઈ નિયમ નથી. ઉત્કટ આચારને વરેલ સાધુનો વેશ ધારણ કરવા છતાં ક્યારેક એમાં ય શિશિલાચારી આત્માઓ મળી આવે છે, એ જ રીતે સાધુનો વેશ ધારણ નહીં કરનારાઓમાંથી પણ ક્યારેક ઉત્કટ જીવનસાધનામાં સદા અપ્રમત્ત રહેતા આત્માઓ પણ મળી આવે છે. છેવટે તો જીવનસાધનાનો અનિવાર્ય સંબંધ ચિત્તવૃત્તિ સાથે જ છે.
Jain Education International
સદ્ગત શ્રીપૂજ્યજીને, એમની પરંપરાગત ગાદીની સાથોસાથ, અમુક પ્રમાણમાં સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થયાં જ હતાં. પણ એનો પોતે ઉપભોગ કરવાને બદલે સંઘના ભલાને માટે તેમ જ લોકકલ્યાણને માટે યથાશક્ય ઉપયોગ તેઓ કરતા રહેતા હતા, અને વૈભવવિલાસના પુદ્ગલભાવના પંકમાં ખેતી જઈને આત્મભાવ વિસારી ન મુકાય એ માટે તેઓ હમેશાં સજાગ રહેતાં હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org