________________
૧૪૪
અમૃત સમીપે તો વશીકરણ કર્યું, કે તેઓ જાતે જૈન વિદ્યાર્થીઓને ભણાવવા આવતા થયા અને આચાર્યશ્રીનો પરિચય મેળવવામાં પ્રસન્નતા અનુભવવા લાગ્યા!
જે કાળે ગૃહસ્થોને માટે જૈન શાસ્ત્રોના અધ્યયનનો સ્પષ્ટ ઇન્કાર ભણવામાં આવતો, તે કાળે જેને ગૃહસ્થ-પંડિતો તૈયાર કરવાનો સૂરિજીનો પુરુષાર્થ એમની દિર્ધદષ્ટિ અને નીડરતાનો ઘોતક છે.
કેવળ પંડિતો તૈયાર કરવાનું કામ જ નહિ, પ્રાચીન જૈન ગ્રંથોને આધુનિક ઢબે સુસંપાદિતરૂપે પ્રગટ કરવાનું અને એ ગ્રંથો તેમ જ બીજા દુર્લભ હસ્તલિખિત ગ્રંથો સ્વદેશ અને પરદેશના ભારતીય વિદ્યાના અભ્યાસી જૈનેતર વિદ્વાનોને પણ પહોંચતા કરીને તેઓને જૈન સાહિત્યનું મહત્ત્વ સમજાવવાનું કામ પણ તેઓએ કર્યું હતું. આને લીધે ભારતીય વિદ્યાના ઉપાસક અનેક વિદ્વાનો, જૈનધર્મ અને જૈન સાહિત્યસંબંધી પોતાની ઘણી ગેરસમજો દૂર થતાં, એ બંનેનું અધ્યયન કરવા પ્રેરાયા.
પોતે અંગ્રેજી ભાષાથી અજાણ હોવા છતાં યુરોપ અને અમેરિકાના અનેક વિદ્વાનો સાથે તેઓએ, જૈન સાહિત્યના ઉત્કર્ષની દૃષ્ટિએ, જે, સતત સંપર્ક રાખ્યો હતો એ બીના સૂરિજીની દીર્ઘદૃષ્ટિનું બરાબર સૂચન કરે છે.
વળી વિદ્યાના ઉત્કર્ષની સાથેસાથે, આમ-જનતાને જૈનધર્મની ઉદાર દૃષ્ટિનો પરિચય કરાવવા માટે તેમ જ અહિંસાનો પ્રચાર કરવા માટે, તેઓ લોકસંપર્ક સાધવાનું પણ નહોતા ચૂક્યા. એક સચોટ વક્તા તરીકે તેમણે અસંખ્ય માનવીઓને જૈનધર્મનો સાચો પરિચય કરાવ્યો હતો.
વળી દેવદ્રવ્યસંબંધી સૂરિજીએ પ્રગટ કરેલા મૌલિક વિચારોને, સ્વસ્થ ચિત્તે કાને ધરવા પણ કોઈ તૈયાર ન હતું, અરે, એ માટે તો એમને સમાજમાંથી હાંકી કાઢવાની પણ હવા ઊભી થઈ હતી! પણ આજના સમાજના વિચારો જોતાં લાગે છે કે તેઓ આવતા સમયના પડઘા અગાઉથી સાંભળી શકતા હતા !
. આવા એક દીર્ઘદૃષ્ટિસંપન્ન અને સમાજ અને ધર્મની ઉન્નતિની ધગશ ધરાવનાર સૂરિજીને યાદ કરીને એમનો ઋણસ્વીકાર કરીએ. એ દીર્ઘદૃષ્ટિની તે કાળે જેટલી જરૂર હતી, તેટલી જ આજે પણ છે અને ભવિષ્ય માટે પણ રહેવાની છે.
(તા. ૯-૯-૧૯૫ર અને તા. ૧-૧૦-૧૯૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org