SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ સરદાર વલ્લભભાઈ ૪૬૭ ગયા એટલે એ આફતોના ગજરાજોને નાથનાર નરશાર્દૂલની ખોટ પડી; મહાધર્યો પણ ન સહી શકાય એવો વસમો વિયોગ છે ! સરદારશ્રીનું જીવન એ તો ભારતનો અમર ઇતિહાસ છે : એ જીવ્યા, ઝઝૂમ્યા, જીત્યા અને ચાલ્યા ગયા ! સરદારની દેશભક્તિ દેશનો અમૂલ્ય વારસો બની ગઈ. સદા ય અવિચળપણું એ સરદારશ્રીના જીવનનો સાર છે. “નિરાશા' જેવો શબ્દ એમને કદી સ્પર્યો નથી. પહાડ જેવી મુસીબતોની સામે પણ એમણે કદી નમતું જોખ્યું નથી. કર્તવ્યભાનનો અખંડ દીપ એમના માર્ગને સદા ય અજવાળ્યા કરતો, અને એ પોતાના ધ્યેયમાં આગળ ને આગળ વધ્યે જતા. જગતે એમને લોખંડી પુરુષ' તરીકે ઓળખાવ્યા. દેશની નિર્બળ જનતાના રક્ષણ ખાતર એનું બખ્તર બનવા માટે પોતાની કોમળતાને દબાવીને તેઓએ લોખંડી બનવાનું સ્વીકારી લીધું. પણ કોણ જાણે એ લોખંડી ધરતીના પેટાળમાં કોમળતાનાં કેટકેટલાં ઝરણાં છુપાયેલાં પડ્યાં હતાં ! સરદારની વ્યવહારુ બુદ્ધિ અજોડ હતી; એણે એમને પૂ. બાપુની યોજનાઓને પાર પાડનાર તરીકેની વિરલ ખ્યાતિ અપાવી. સેંકડો ટુકડાઓમાં વહેંચાયેલ આઝાદ ભારતને પળમાત્રમાં અખંડ બનાવવાનો મહાજાદુ કરનાર તો સરદારશ્રીની આ વ્યવહારુ બુદ્ધિ જ ! એમની વાણીમાં જાણે તેજના અંબાર ઊભરાતા, એમની યોજનાઓમાં જાણે ચાણક્યો આવી વસતા અને એમનાં પગલે-પગલે જાણે સિદ્ધિઓ વરવા લાગતી. ગિરનાર અને શત્રુંજય તીર્થોના સવાલોના નિકાલ લાવવામાં સરદારશ્રીએ આપેલ સેવા જૈનસંઘ સદા નતમસ્તકે સંભાર્યા કરશે. ઓછું બોલવું અને વધુ કરવું એ એમનો જીવનમંત્ર હતો; એમાંથી એમના પ્રતિભાવંત વ્યક્તિત્વનું સર્જન થયું. એ તેજ વેરતી પ્રતિભા આજે અનંતમાં ભળી ગઈ : સરદાર મરીને અમર બન્યા ! રે અમર પંથના રસિક ! શિવાસ્તેિ સન્ત પન્ચા: – આપના માર્ગે કલ્યાણનાં ઓઘ ઊભરાઓ ! (તા. ૨૩-૧૨-૧૯૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy