________________
૪૬૬
અમૃત-સમીપે સમેત) ભારતવર્ષની ચાળીસ કરોડની પ્રજાની ગરીબી ટાળવાના મૂળભૂત ઉપાયરૂપે એની કલ્પના થઈ હતી; અને એ કલ્પના હજુ યે કાયમ છે. હજાર રીતના ઉદ્યોગીકરણથી કે સામ્યવાદી રાજતંત્ર બનાવવાથી યે દરેકનાં સ્વાતંત્ર્ય, વિકાસ અને દારિયનિવારણ સાધનારો સર્વોદય કોઈ બીજી રીતે થઈ શકે એમ છે જ નહીં – એવા દઢ નિર્ણય પર આવવાને પરિણામે રેંટિયાના પ્રચાર પાછળ ગાંધીજીએ પોતાની શક્તિનો ઘણો મોટો ભાગ ખર્ચો. પરિણામે મૂઠીભર કાચાપાકા કાર્યકર્તાઓ પેદા થયા. તેઓ ગાંધીજી પછી એ કાર્યને પોતાનું જીવનકાર્ય બનાવી આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રજા જેટલે અંશે રેંટિયાને અપનાવશે, જેટલે અંશે તેની પ્રચારક બનશે, તેટલે અંશે તે સર્વોદયને પંથે આગળ વધશે. સમજીને કે હારીને ક્યારેક પણ પ્રજાને સ્વીકારવું પડવાનું છે કે ચરખાનો સ્વીકાર એ જ ગાંધીજયંતી અને ગાંધીજીનું સ્મારક છે.”
પૂ. મશરૂવાળા-સાહેબના આ શબ્દો યાદ રાખીને જ આપણે આપણા રાષ્ટ્રપિતાનો જન્મદિન ઊજવીએ.
(તા. ૧૮-૯-૧૯૪૯)
- (૨) પ્રજાની લોખંડી ઢાલરૂપ પૂ. સરદારશ્રી
પૂ. સરદારશ્રી અવસાન પામ્યા; ભારતમાતાની ગોદમાંથી એક ભડવીર નર ખેંચાઈ ગયો !
હજુ થોડા દિવસો પહેલાં જ આપણા પ્યારા સરદારનાં પંચોતેર વર્ષની પૂર્તિનો શાનદાર મહોત્સવ ઊજવીને આપણે તેમને “શત શરદ ઉજમાળો'ની લાખ-લાખ શુભેચ્છાઓ આપી હતી, અને આજે એમના અવસાનના દિવસો ગણવાનું આપણા માથે આવી પડ્યું ! રે અગમ્ય કુદરત !
આઝાદીકાળનાં આરંભનાં પગલાં ભરતું ભારત અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દેશ અને દુનિયા અનેક અટપટી સમસ્યાઓના ભયંકર ઝંઝાવાતમાં સપડાઈ ગયાં છે. આવે અણીને વખતે દેશનો એક સમર્થ સુકાની ઝૂંટવાઈ ગયો છે – જાણે દેશને માથે ભયંકર હોનારત ખડકાઈ ગઈ
આપણે આઝાદ થયા અને જાણે આપણી કમનસીબીઓને છૂટો દોર મળી ગયો ; એક જુઓ અને એક ભૂલો એવી આફતો ત્રાટકવી શરૂ થઈ ! સરદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org