SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ગાંધી ઉપદેશરૂપે, એમની સર્વોદયની અમર ભાવનારૂપે, એમના મહાબલિદાનરૂપે. યુગોના યુગો લગી બાપુ માનવહૃદયમંદિરમાં આ રીતે બિરાજતા જ રહેશે. ૪૭૫ એશિયાખંડની અને વિશેષ કરીને આર્યાવર્તની જુગજુગજૂની ધર્મભાવનાની જ્યોતને બાપુએ ખૂબ ઝળહળતી કરી છે, અને એનો પ્રયોગ છેક રાજકારણ, રાજક્રાંતિ અને રાજપરિવર્તન સુધી લઈ જઈને આખી દુનિયાને નવા વિચારપ્રવાહોમાં જાણે ગરકાવ કરી દીધી છે. રોજ-બ-રોજ પ્રગતિ કરતા લાગતા પશ્ચિમના બુદ્ધિમૂલક વિજ્ઞાનની સામે બાપુએ પૂર્વના હૃદયમૂલક આત્મજ્ઞાનને રજૂ કરી આત્માની અમાપ શક્તિનો વિશ્વને સંદેશો આપ્યો છે, અને એ રીતે માનવની અને ધર્મભાવનાની મહાસેવા કરી છે. ww અહિંસાના સર્વકલ્યાણમય માર્ગને વરેલો માનવી મોટાના હાથે નાનાનું પીડન કદી બરદાસ્ત ન કરી શકે. બાપુ અહિંસાના માર્ગને વરેલા હતા. લાખોકરોડો માનવીઓને નાગાં અને ભૂખ્યાં ટળવળતાં નિહાળીને તેનો ઇલાજ કરવા તેઓ રાજકારણમાં પડ્યા અને એક મોટી સલ્તનત સામે મોરચો માંડ્યો. તેમનો સવાલ માત્ર એક જ હતો - માનવમાત્ર સમાન છે અને સમાન હક્કોનો અધિકારી છે; અને એકેએક માનવીને આબરૂભેર અન્ન, વસ્ત્ર અને વસવાટ મળવાં જોઈએ. કોઈ ભૂખે મરે, કોઈ નગ્ન ફરે કે કોઈ રહેઠાણ વગ૨ રખડ્યા કરે એ માનવતાનું અને ધર્મભાવનાનું મોટું કલંક છે. સાદું, સરળ, ઓછામાં ઓછી જરૂરિયાતવાળું જીવન જ સુખી-સમૃદ્ધ જીવન; એ માર્ગે જ દેશ આબાદ થઈ શકે. વૈભવ કે વિલાસનો માર્ગ તો શોષણ વગર નભી જ ન શકે ; તેથી જ તો બાપુએ મોટાંમોટાં કારખાનાંઓથી ધમધમતા આ યુગમાં ઘરડી ડોશીના રેંટિયાની, મોટરો અને રેલગાડીઓના આ ઝડપી જમાનામાં બળદગાડાની અને લાખોની વસ્તીથી ઊભરાતાં શહેરોવાળા આ યુગમાં નાના-સરખા ગામડાની પ્રતિષ્ઠાનો નાદ બુલંદ કર્યો હતો. રેંટિયો તો બાપુને મન સર્વોદયની ભાવનાનો સાક્ષાત્ અવતાર હતો, અને તેટલા માટે જ બાપુએ પોતાના જન્મદિનને ‘રેંટિયાબારસ'નું બિરુદ આપીને રેંટિયાનું બહુમાન કર્યું હતું. એટલે પૂ. ગાંધીજીને સમજવાનો અને અનુસરવાનો સાચો માર્ગ તેમની રેંટિયાની પ્રતિષ્ઠાની પાછળની સર્વોદયની ભાવનાને સમજવામાં રહેલો છે. આ માટે તા. ૪-૯-૧૯૪૯ના ‘હરિજનબંધુ'ના ૨૪૧મા પાને છપાયેલ પૂ. શ્રી કિશોરલાલભાઈનું આ લખાણ સૌ કોઈ ભારતવાસીઓએ ધ્યાનમાં લેવા જેવું અને મનન કરવા જેવું છે : “રેંટિયો અને ખાદીનો આવો પ્રચાર કોઈ ગાંધી કે કૉંગ્રેસનો સંપ્રદાય બનાવવા માટે યોજાયો નથી. માણસના સાધુપણા કે પાપીપણાની પરીક્ષા એનાં કપડાંથી કરવા માટે ખાદી નથી. પણ (પાકિસ્તાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy