________________
સાધ્વશ્રી સદ્ગણાશ્રીજી, કીર્તિલતાશ્રીજી
૨૮૭
(૬) સમાજસેવી સાધ્વીજેડી - શ્રી સગુણાશ્રીજી અને શ્રી
કીર્તિલતાશ્રીજી
સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી તથા કીર્તિલતાશ્રીજી લોકસેવાની – ખાસ કરીને કેળવણી અને સંસ્કારિતાપ્રસાર દ્વારા લોકસેવા કરવાની ભાવનાને વરેલાં આત્મસાધક સાધ્વીજી છે. બન્ને જેવાં બુદ્ધિશાળી છે, એવાં જ સરળપરિણામી અને વિનય-વિવેકશીલ છે. પોતાની સંસારી અવસ્થામાં બન્નેએ કેળવણીના ક્ષેત્રમાં કંઈક ને કંઈક પણ રચનાત્મક કામ કરેલું હોવાથી કેળવણી દ્વારા લોકસેવા કરવાની સહજ સૂઝ એમને સાંપડેલી છે.
છેલ્લા કેટલાક વખતથી આ બન્ને સાધ્વીજીઓએ મોટાં-મોટાં શહેરોના ધમાલિયા જીવનના બદલે નાનાં-નાનાં ગામોના શાંત અને સરળ જીવનને પસંદ કર્યું, અને ફણસા, ઉમરગામ વગેરે સ્થાનોમાં રહીને પોતાની સંયમયાત્રાનું પાલન કરવાની સાથે પોતાનાથી બને તેટલી લોકસેવામાં પોતાનાં સમય અને શક્તિનો સદુપયોગ કરી રહ્યાં છે. આ પ્રમાણે તેઓ ધર્મગુરુણીના પદની શોભા વધે અને લોકોને એનો લાભ મળતો રહે, એ રીતે પોતાની પ્રવૃત્તિને લોકકલ્યાણની દિશામાં વાળી રહ્યાં છે અને અનેક ભાઈ-બહેનોને લોકસેવાની પ્રેરણા આપી રહ્યાં છે.
થોડા વખત પહેલાં આપણી કૉન્ફરન્સના સેવાભાવી પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટા મુખ્યત્વે કૉન્ફરન્સની શાખાની સ્થાપના કરવાના ઉદ્દેશથી ઉમરગામની મુલાકાતે ગયા હતા; સાધ્વીજી શ્રી સદ્ગુણાશ્રીના દર્શનનો પણ એમનો ઉદ્દેશ હતો જ. લોકસેવાની ભાવનાથી પ્રેરાઈને આ સાધ્વીજીએ આ અવસરનો ઉપયોગ એવી રીતે કરી લેવાનું વિચાર્યું, કે જેથી કોન્ફરન્સના પ્રમુખશ્રીનો આ પ્રવાસ કેવળ ઔપચારિક પ્રવાસ બની ન રહેતાં, એનું કાંઈક કાયમી પરિણામ આવે.
આથી આ પ્રસંગે સાધ્વીજીની પ્રેરણાથી દેણુથી લઈને બગવાડા સુધીનાં ૧૯ ગામોના પ્રતિનિધિઓનું સમેલન ભરવામાં આવ્યું. આ સંમેલન કેવળ ઔપચારિક સમેલન બનવાને બદલે, કંઈક પણ નક્કર કામ કરે એ દૃષ્ટિએ એમાં આડત્રીસ હજાર રૂપિયા જેવી રકમ સાધ્વીજીના સદુપદેશથી એકત્ર કરવામાં આવી, અને એનો ઉપયોગ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે છાત્રવૃત્તિ આપવામાં કરવાનું ઠરાવીને એ માટે અગિયાર સગૃહસ્થોની કમિટી પણ રચી દેવામાં આવી. અછારીવાળા ધર્મપ્રેમી શ્રી રાયચંદ ગુલાબચંદ આ કમિટીના પ્રમુખ છે અને કાર્યાલય બોરડીની બોર્ડિગમાં રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org