SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ અમૃત-સમીપે -કરાવ્યાં હતાં. તેઓની પ્રેરણાથી પચીસ જેટલાં ઉપધાન-તપ થયાં હતાં. ઉપરાંત એમણે અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓ કરાવી હતી. મુંબઈમાં ભાયખલામાં તેમના દાદાગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમાધિમંદિરની પ્રતિષ્ઠા પણ તેઓના શુભહસ્તે જ થઈ હતી. તેઓને નવકારમંત્રના જાપ ઉપર ખૂબ શ્રદ્ધા હતી; તેમ જ રોજ તેઓ બારસોપંદરસો શ્લોકનો સ્વાધ્યાય કરતા હતા. ધ્યાન તરફ પણ એમને સારો અનુરાગ હતો. આ રીતે રોજ છએક કલાક તો તેઓ આત્મચિંતનમાં જ વિતાવતા હતા. વળી શાસન માટેની દાખલારૂપ દાઝની જેમ એમનો તપસ્યા-પ્રેમ પણ ખૂબ અનુમોદનીય અને અનુકરણીય હતો. નાની-મોટી તપસ્યાઓ ઉપરાંત તેઓએ વૃદ્ધ ઉંમર સુધીમાં ૨૧ જેટલાં તો વર્ષીતપ કર્યાં હતાં. પોતાના વતન રાજસ્થાન-મારવાડમાં તેઓએ અનેક ચોમાસાં કર્યાં હતાં અને ત્યાંના શ્રીસંઘની ખૂબ-ખૂબ ભક્તિ અને પ્રીતિ સંપાદિત કરી હતી. તેઓના કાળધર્મ-સમયે એકત્ર થયેલી વિશાળ જનમેદની અને એમના અંતિમ સંસ્કાર માટે બોલવામાં આવેલી ઉછામણી પણ આ વાતની સાક્ષી પૂરે છે. તખતગઢ મુકામે વિ. સં. ૨૦૩૪ના વૈશાખ વિદે ૧૪, રવિવાર, તા. ૪૬-૧૯૭૮ના રોજ, ૮૧ વર્ષની વૃદ્ધ ઉંમરે, તેઓ કાળધર્મ પામ્યા. (તા. ૨૪-૬-૧૯૭૮) (૨૧) બાહ્યાચંતર-તપોનિષ્ઠ, લોકેષણામુક્ત પૂ. બાપજી મહારાજ (આ. વિજયસિદ્ધિસૂરિજી) વિક્રમની વીસમી અને એકવીસમી સદીના, દર્શન-જ્ઞાન-ચારિત્રને આરાધનાર મુનિવરોમાં સૌથી વયોવૃદ્ધ ગણી શકાય એવા પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી વિ. સં. ૨૦૧૫ના ભાદરવા વદ એકમ(તા. ૧-૧૦૧૯૫૯)ના રોજ કાળધર્મ પામ્યા. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી શતવર્ષાયુ હતા. એ રીતે જેમણે શતં નીવ ગરવઃ એ ઉક્તિ પ્રમાણે એકસો કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભોગવ્યું એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાનો આપણે ત્યાં થઈ ગયા; જેમ કે આર્ય પ્રભવસ્વામી ૧૦૫ વર્ષ, ધર્મઘોષ ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિ, સુહસ્તિ વગેરે ૧૦૦ વર્ષ, ભદ્રગુપ્ત ૧૦૫ વર્ષ, વયરસેન ૧૨૮ વર્ષ, નાગહસ્તિ ૧૧૬ વર્ષ, રેતિમિત્ર ૧૦૯ વર્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy