SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજપૂર્ણાનંદસૂરિજી ૧૮૫ ૧૯૪૭માં, ગુજરાનવાલાના ચાતુર્માસ દરમ્યાન, હિંસા અને ક્રૂરતાથી ઊભરાતા વાતાવરણનો સામનો કરવામાં જે પ્રશાંત નિર્ભયતા, હિંમત, સંઘરક્ષાની જીવંત ભાવના, ધીરજ અને આદર્શ સંઘનાયકને યોગ્ય દૃઢતા દાખવી હતી, એવી જ શાસન-દાઝ અને નીડરતા પોતાના સંયમજીવન સાથે એકરૂપ બનાવી જાણી હતી; અને તેથી શાસનની સામેનાં કટોકટીભર્યા જોખમોનો સામનો તેઓ સફળપણે કરી શક્યા હતા. સ્વર્ગસ્થ આચાર્યશ્રીમાં, ૯૯-૯૭ વર્ષ જેટલી લાંબી સંયમયાત્રાની આરાધનાના પ્રતાપે અનેક ગુણો અને શક્તિઓનો વિકાસ થયો હતો. પણ એમની શાસનરક્ષા માટેની દાઝ, હિંમત અને નિર્ભયતા તો સંઘનાયક તરીકેની એમની કારકિર્દીની કીર્તિગાથા બની રહે એવી હતી. મહારાષ્ટ્રમાં “આમચી મુંબઈ”ના હિંસક આંદોલન વખતે તથા શ્રી સમેતશિખર મહાતીર્થમાંની આપણા સંઘનું હિત જોખમમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ વખતે આચાર્યશ્રીએ જે કામગીરી બજાવી હતી તે એમનામાં રહેલ સમર્થ યોદ્ધાના ખમીરનાં દર્શન કરાવે એવી હતી. તેઓનો જન્મ રાજસ્થાનના સાદડી ગામમાં વિ. સં. ૧૯૫૪ના આસો વદ (મારવાડી સં. ૧૯પપના કારતક વદિ) તેરસના રોજ. એમના પિતાનું નામ સૌભાગ્યમલજી, માતુશ્રીનું નામ વરદબાઈ. એમનું પોતાનું નામ પૂનમચંદ હતું. તેમને કટુંબના ધર્મસંસ્કારનો વારસો મળવા ઉપરાંત એમનામાં પડેલા પૂર્વજન્મના સંસ્કાર પણ જાગી ઊઠ્યા હોવા જોઈએ. પરિણામે ચૌદેક વર્ષ જેવી ઊછરતી વયે એમનું અંતર ત્યાગ-વૈરાગ્યથી સુરભિત બન્યું અને તેઓ ઘરસંસારનો ત્યાગ કરીને સંયમધર્મનો સ્વીકાર કરવાની ઝંખના સેવવા લાગ્યા; એટલું જ નહીં, વિ. સં. ૧૯૬૮ના પોષ વદિ (મારવાડી સં. ૧૯૦૯ના માહ વદિ) તેરસના રોજ એમણે વડોદરામાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પટ્ટધર આ. શ્રી વિજયલલિતસૂરિજીના શિષ્ય તરીકે, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. મુનિશ્રીએ ગુરુભક્તિ, શાસ્ત્રાભ્યાસ અને તપશ્ચર્યાદિ ધર્મક્રિયાઓ – એ ત્રિવેણી સંગમથી પોતાની સંયમયાત્રાને સફળ બનાવી હતી. પરિણામે, એમની ઉત્તરોત્તર વધતી યોગ્યતાના બહુમાનરૂપે, વિ. સં. ૧૯૯૭માં કપડવંજના સંઘે ગણિપદ તથા પંન્યાસપદ, વિ. સં. ૨૦૦૮માં વડોદરાના સંઘે ઉપાધ્યાયપદ અને વિ. સં. ૨૦૧૦માં પૂનાના સંઘે એમને આચાર્યપદ અર્પણ કર્યું હતું. ધર્મશાસ્ત્રો ઉપરાંત એમણે જ્યોતિષશાસ્ત્રનો પણ સારો અભ્યાસ કર્યો હતો. તેઓએ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત સુદૂર દક્ષિણના ભાગોમાં તથા પૂર્વમાં સુદૂરના શ્રી સમેતશિખર મહાતીર્થ, કલકત્તા વગેરે સ્થાનોમાં વિહાર કર્યો હતો, અને જૈન શાસનની રક્ષા અને પ્રભાવનાનાં અનેક સત્કાર્યો કર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy