________________
૩૬૮
અમૃત-સમીપે લૌકિકે ખાસ સગાં સિવાય ઝમેલો એકત્ર ન કરવો. વ્યવહારની ક્રિયાઓ ઓછી કરવી. વ્હાલપની ક્રિયા વધુ થવા દેવી.
બહારગામથી ચૂંટીને પચીસ સગાંને બોલાવવાં. સહુને એક ટંક દાળ, ભાત, રોટલી ને શાક ખવરાવવાં. ખાટી કે બીજા રિવાજો છાંડવા.
પત્નીએ બંગડીઓ રાખવી, ચાલુ વસ્ત્રો પહેરવાં, ખૂણો ન રાખવો.
“રોજ બની શકે તો શંખેશ્વર ભગવાનનો ફોટો મૂકી ધ્યાન ધરવું કે સ્તવન ગાવું.
“વૈધવ્યનાં કોઈ ચિહ્ન ન પહેરવાં. પહેરાવવા જે પ્રયત્ન કરે તેને ચાર હત્યા લાગે.
મરણ બાદ કોઈ એ અંગેના વ્યવહાર ન કરવા. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબોને ભોજન આપવું, પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી.
રોવું, કૂટવું, હાય-હાય કરવું સદંતર બંધ. કરે-કરાવે તે પાપના ભાગી.
સૌ. જયાએ હિંમતથી વર્તવું. જિંદગી જાત્રા જેવી, રાજા-મહારાજા જેવી, શ્રીમંત-શાહુકાર જેવી ગઈ છે. પાછળ તે રીતે હસતે મોઢે રહેવું.
સંસારમાં ઓછાને મળે તેવો પુત્ર મને મળ્યો છે, તેવી વહુ મળી છે, તેવો દીકરો (પૌત્ર) મળ્યો છે.
“સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.”
જ્યાં દસ્તાવેજ પોતે જ પોતાનું મહત્ત્વ કહેતો હોય ત્યાં એ અંગે વિશેષ કહેવાની જરૂર ન હોય. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે સ્વર્ગસ્થનાં સગાંઓએ એમની ભાવનાને ન્યાય આપવા પૂરો પ્રયત્ન કર્યો હતો.
આવું લખાણ કરીને શ્રી જયભિખુભાઈ પોતાના મરણને પણ સુધારતા ગયા, અને કથની કરતાં કરણી ઉપર ભાર આપીને બીજાઓને માટે એક ઉદાર દાખલો પણ આપતા ગયા ! [તા. ૩-૧-૧૯૭૦ (મુખ્ય), તા. ૧૦-૧-૧૯૭૦ (સમાપ્તિમાં),
( તા. ૧૬-૯-૧૯૯૭ (અંશો)]. (નોંધ : લેખક જયભિખ્ખના સગા પિતરાઈ ભાઈ થાય, અને ઉછેર અને ગૃહસ્થજીવનનાં આરંભનાં છ વર્ષ દરમિયાન સગા ભાઈ જેમ એક ચૂલાનો રોટલો ખાધેલો. – સં.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org