________________
૫૯૮
અમૃત-સમીપે દેશના નબળા, ગરીબ અને અભણ વર્ગની ભલાઈ હમેશાં એમના હૈયે વસેલી છે. આ માટે તેઓ કંઈક ને કંઈક પ્રવૃત્તિ અને સખાવત કરતા જ રહે છે. એમની સેવા-ભાવનાને જ્ઞાતિ, વર્ણ કે ધર્મની કોઈ સંકુચિત દૃષ્ટિ સ્પર્શી શકતી નથી.
તે પોતાની સેવાભાવના, કાર્યકુશળતા અને ધ્યેયનિષ્ઠાને લીધે તેઓ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં અનેક માન અને ગૌરવનાં સ્થાનો શોભાવીને જનતાનો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરી શક્યા છે. મહાત્મા ગાંધી અને શ્રી જવાહરલાલ નેહરૂ પણ એમના પ્રત્યે પોતાપણાની લાગણી ધરાવતા હતા. અત્યારનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને બીજા પણ અનેક આગેવાન રાજપુરુષોનો તેઓએ વિશ્વાસ સંપાદન કર્યો છે.
બધા જૈન ફિરકાઓની એકતાની એમની ભાવના સુવિદિત છે. ભગવાન મહાવીરનાં પચીસસોમાં નિર્વાણ-કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણે, રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે એમાં પણ એમનો ફાળો નોંધપાત્ર છે.
આવા એક ભાવનાશીલ, કલ્યાણકામી અને કર્તવ્યપરાયણ મહાનુભાવનું જીવન એ તો જનસમૂહની બહુમૂલી મૂડી છે.
(તા. ૧૭-૫-૧૯૭૫)
(૩૨) રાષ્ટ્ર અને જૈનસંઘના વત્સલ મિત્ર શ્રી રાંકાજી
ધર્મના પાયા-સમાન સમતા, સહિષ્ણુતા અને સત્યપ્રિયતાનો ત્રિવેણીસંગમ સાધીને પોતાના જીવનને ઉચ્ચાશયી અને વિકાસગામી બનાવવાનો સનિષ્ઠ પ્રયત્ન કરવામાં જ જિંદગીની સાર્થકતા સમજનાર સ્વનામધન્ય શ્રી ઋષભદાસજી રાંકા, એમના અંતિમ વતનસ્થાન પૂનામાં, તા. ૧૦-૧૨-૧૯૭૭ના રોજ હૃદયની ગતિ રોકાઈ જવાથી, એકાએક સ્વર્ગવાસ પામતાં જનસમૂહમાંથી એક સજ્જનશિરોમણિ, સરળપરિણામી, નિખાલસ, સંવેદનશીલ અને સૌ પ્રત્યે (પોતાના વિરોધીઓ પ્રત્યે પણ) મિત્રભાવ ધરાવતા એક મહામના મહાનુભાવ સદાને માટે અદશ્ય થયા છે.
સ્વર્ગવાસના અઠવાડિયા પહેલાં જ તેઓએ પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એટલે એમની ઉમર પરિપક્વ હતી. પણ પોતાના નિકટના વર્તુળમાં ભાઉસાહેબના હતદર્શક, આદરભર્યા નામથી ઓળખાતા શ્રી રાંકાજીની હૂંફ એટલી બધી વ્યક્તિઓ સુધી વિસ્તરેલી, કે જેથી એમની વિદાય એ બધાં માટે તેમ જ કેટલીક સંસ્થાઓ માટે પણ ઘણી વસમી અને મોટી ખોટરૂપ બની રહેશે. એનું મુખ્ય કારણ છે એમની સહજ કરુણા અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનું કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org