SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૯ શ્રી રાંકાજી પૂર્ણ નિષ્ઠા અને ચીવટથી કરવાની પ્રકૃતિ. એમનું દિલ ફૂલ જેવું મુલાયમ હતું. સાચે જ, તેઓ દીન-દુખિયાના બેલી અને ભાંગ્યાના ભેરુ હતા. છેલ્લે-છેલ્લે મુંબઈના શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર દ્વારા અને તે પહેલાં બીજી જાહે૨ સેવાની સંસ્થાઓ મારફત એમણે વ્યાપક પ્રમાણમાં જે પ્રવૃત્તિઓ કરી છે, તે એમની કલ્યાણબુદ્ધિ અને પરગજુવૃત્તિની કીર્તિગાથા સંભળાવતી રહે એવી છે. એમના વડવાઓ તો રાજસ્થાનના વતની હતા, પણ એમના પિતા શ્રી પ્રતાપમલજી વ્યવસાય નિમિત્તે મહારાષ્ટ્રનાં ખાનદેશ જિલ્લામાં ફતેપુર ગામમાં જઈ વસ્યા હતા. શ્રી રાંકાજીનો જન્મ ફતેપુરમાં સને ૧૯૦૩માં ત્રીજી ડિસેમ્બરે થયો હતો. પોતાની ત્રણ બહેનો કરતાં રાંકાજી મોટા હતા. શાળામાં અભ્યાસ કરવાનો એમને વિશેષ અવસર નહીં મળ્યો હોય તે એ હકીકત ઉ૫૨થી જાણી શકાય છે, કે ફક્ત ચૌદ વર્ષની ઉંમરે જ તેઓ એમના પિતાશ્રીના કાપડના ધંધામાં જોડાઈ ગયા હતા. વળી, એમણે ખેતી અને ગોપાલનનો અનુભવ પણ લીધો હતો. પણ લોકસેવા અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ જનાર શ્રી રાંકાજીનો જીવ આવા કોઈ સ્થાને ઠર્યો નહીં, અને સને ૧૯૨૩ની સાલમાં ગાંધીજીનો સ્વરાજ્યની લડતનો સાદ એમના અંતરને જગાડી ગયો. માત્ર વીસ જ વર્ષની ઊછરતી ઉંમરે તેઓ ખાદીના પ્રચાર અને ખાદીભંડારોના રાષ્ટ્રીય કામમાં પરોવાઈ ગયા. વધારામાં એમને ગાંધીજીના ‘માનસપુત્ર’ (‘પાંચમા પુત્ર') જમનાલાલજી બજાજનો સંપર્ક થયો; અને તેઓ રાષ્ટ્રીય આઝાદીની અહિંસક લડતના વફાદાર સૈનિક બની ગયા. એક નિષ્ઠાવાન રાષ્ટ્રસૈનિક તરીકે એમણે અનેક વાર જેલવાસ પણ ભોગવ્યો અને રાષ્ટ્રીય જાહેર સંસ્થાઓને પણ પોતાની સેવાઓ આપી. આ કાર્ય કરતાં-કરતાં એમને મહાત્મા ગાંધી, જમનાલાલજી બજાજ, જાસૂજી, વિનોબાજી, કેદારનાથજી વગેરે અનેક રાષ્ટ્રપુરુષોના નિકટના સંપર્કનો એવો લાભ મળ્યો કે જેથી એમના જીવનને સંત-સેવક જેવી પ્રકૃતિનો નવો વળાંક મળ્યો. રાષ્ટ્રીય ક્ષેત્રમાં પૂરાં ૨૩ વર્ષ લગી, સને ૧૯૪૬માં સ્વરાજ્યની પ્રાપ્તિનાં પડઘમ સંભળાવાં શરૂ થયાં ત્યાં સુધી તેઓ મન દઈને કામ કરતા જ રહ્યા. પણ સ્વરાજ્ય-પ્રાપ્તિ પછીના સત્તા માટેની સાઠમારીના મેલા અને સ્વાર્થી રાજકારણથી જાણે કુદ૨તમાતા એમને બચાવી લેવા માગતી હોય એમ સને ૧૯૪૬ના વર્ષથી જ એમની પ્રવૃત્તિની દિશા બદલાઈ ગઈ, અને જૈનસંઘના બધા ફિરકાઓની એકતા માટે કામ કરવાના ઉદ્દેશથી સ્થપાયેલ શ્રી ભારત-જૈન મહામંડળના કામમાં તેઓ પૂર્ણયોગથી જોડાઈ ગયા. છેલ્લાં પચીસેક વર્ષ દરમ્યાન આ સંસ્થાએ પોતાના ઉદ્દેશને પૂરો કરવા માટે તેમ જ વિકાસ સાધવા માટે જે કંઈ કામગીરી બજાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy