________________
soo
અમૃત-સમીપે
એમાં શ્રી રાંકાજીનો ફાળો વૈવિધ્યપૂર્ણ તેમ જ અસાધારણ છે. પોતાના સૌજન્યશીલ અને સમન્વયશીલ નિઃસ્વાર્થ વ્યકિતત્વના બળે એમણે બધા ફિરકાના સંઘોના મોટા-મોટા કેટલા બધા અગ્રણીઓને ભારત-જૈન-મહામંડળના કાર્યમાં રસ લેતા કર્યા હતા ! છેલ્લાં એક-બે વર્ષ દરમ્યાન એમણે ક્ષેત્રસંન્યાસ લીધો હતો, અને શેષ આયુષ્ય શાંત-સ્વસ્થ ચિંતન-મનનમાં વીતે એટલા માટે મુંબઈ છોડીને પૂનામાં રહેવાનું શરૂ કર્યું હતું; આમ છતાં ભારત જૈન મહામંડળનું હિત સદા ય એમના હૈયે વસેલું હતું.
વળી, રાષ્ટ્રસેવા અને સમાજસેવાની જેમ એમની શિક્ષણ-પ્રસાર-પ્રવૃત્તિ પણ નોંધપાત્ર હતી. હિન્દી તથા મરાઠી ભાષાનાં અનેક પુસ્તકોના એક નિપુણ સર્જક તરીકેની તેમ જ એક અસરકારક વક્તા તરીકેની એમની સિદ્ધિ એમના વ્યક્તિત્વને વધારે આકર્ષક બનાવે એવી અને એમના પ્રત્યેના માનમાં વધારો કરે એવી હતી. જેમ એમનું ચિત્ત કડવાશ, દુરાગ્રહ અને ક્લેશથી મુક્ત હતું, તેમ એમની કલમ તથા વાણી પણ મધુર, વાત્સલ્યસભર અને સુગમ-સ૨ળ હતી. એમણે પોતાનાં મન-વચનકાયામાં સમતા અને એકરૂપતા સ્થાપવાનો સદા જાગૃત પ્રયત્ન કર્યો હતો. ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય તથા અન્ય ધોરણોએ વ્યાપક રાષ્ટ્રીય ઉજવણી થાય અને ભગવાન મહાવીરનો અહિંસા અને વિશ્વમૈત્રીનો સંદેશો સર્વત્ર પ્રસરે એ માટે એમણે જે હિંસક યાતનાઓ સુધ્ધાં વેઠી હતી અને અપાર જહેમત ઉઠાવી હતી તે વીસરાય એવી નથી.
કેટલાક વખત પહેલાં એમને મૂત્રાશયનું કેન્સર થયું હતું. મુંબઈમાં એનું સફળ ઓપરેશન કરાવ્યા પછી તેઓ પૂનામાં આરામ-આનંદથી રહેતા હતા. એવામાં, એકાએક આવેલા હ્રદયથંભના કારણે એમણે શાંતિથી દેહત્યાગ ર્યો. (તા. ૨૪-૧૨-૧૯૭૭)
(૩૩) રાષ્ટ્રપ્રહરી, સમાજવત્સલ કર્મપુરુષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી ચીમનભાઈએ પોતાની અસાધારણ એવી કુશાગ્રબુદ્ધિના બળે ધારાશાસ્ત્રી-સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયમાં ઘણી નામના અને સફળતા મેળવી હતી તે સુવિદિત છે; પણ એના કરતાં ય વધુ સુવિદિત છે એમના આશરે અડધી સદી જેટલા લાંબા સમયપટને સ્પર્શતા જાહેર જીવનની યશોજ્જ્વળ કારકિર્દી. આવી જાહેર કારકિર્દી નિમિત્તે એમણે કાર્યદક્ષતા, કુનેહ, કલ્યાણબુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org