________________
શ્રી અચલસિંહજી
પ૯૭ કરી હતી તેમ જ કેટલીય સંસ્થાઓનો વહીવટ સારી રીતે ચલાવ્યો હતો – બધું જળકમળની જેમ નિર્લેપભાવે. આ સંસ્થાઓ લાંબા સમય સુધી શ્રી કલ્યાણજીભાઈની કીર્તિગાથા સંભળાવતી રહેશે અને સેવાની પ્રેરણા આપતી રહેશે. મરોલીમાં અસ્થિર મગજવાળા માનવીઓની સારવાર માટે ચાલતો આશ્રમ એ પણ શ્રી કલ્યાણજીભાઈનું જ સર્જન હતું. આ આશ્રમમાં જ તેઓએ ચિરવિશ્રામ કર્યો !
(તા. ૨૧-૭-૧૯૭૩)
(૩૧) સંઘ અને રાષ્ટ્રના સેવક શેઠ શ્રી અચલસિંહજી
સ્થાનકમાર્ગી જૈન સંઘના અગ્રણીઓમાં જેઓનું સ્થાન આગળ-પડતું છે, તે આગરાનિવાસી શ્રેષ્ઠિવર્ય શ્રી અચલસિંહજીએ ગત તા. પ-પ-૧૯૭૫ના રોજ પોતાના સેવાપરાયણ, યશસ્વી અને કર્તવ્યનિષ્ઠ જીવનનાં એંશી વર્ષ પૂરાં કરીને એકાશીમાં વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે અમે એમને અમારાં હાર્દિક અભિનંદન આપીએ છીએ.
શેઠ શ્રી અચલસિંહજી એક જૈન ફિરકાના આગેવાન છે એ તો કેવળ એમના જીવનનું એક પાસું જ છે. વળી, સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના પ્રમુખપદે એમની વરણી કરવામાં આવી હતી એ પણ સાચું છે. આમ છતાં તેઓનું જીવન એમની ધર્મ અને સમાજની સેવા કરવાની ભાવનાથી પણ વિશેષ એવી રાષ્ટ્રીયતાની ભાવનાના રંગે રંગાયેલું છે. ઉત્તર પ્રદેશના એક શક્તિશાળી અને વગદાર રાષ્ટ્રીય નેતા તરીકેની એમની કારકિર્દી ખૂબ ઉજ્વળ છે.
દેશની સ્વતંત્રતાની અહિંસક લડતની ઉદ્ઘોષણા મહાત્મા ગાંધીએ કરી તે પહેલાંથી તેઓ રાષ્ટ્રભાવનાના ઉપાસક બન્યા હતા; અને સમય જતાં ગાંધીજીના અનુયાયી અને આઝાદીના યુદ્ધના સૈનિક બન્યા હતા. દેશની સ્વતંત્રતા માટેની અહિંસક લડાઈના અનેક રાષ્ટ્રીય સૈનિકોની જેમ શ્રી અચલસિંહજી પણ ગર્ભશ્રીમંતાઈમાં ઊછર્યા હતા, છતાં દેશને આઝાદ કરવાની રાષ્ટ્રવ્યાપી લડતને વેગવાન બનાવવામાં ગમે તે પ્રકારનાં કષ્ટો સહન કરવા તેઓ હમેશાં સજ્જ રહ્યા હતા. અંગ્રેજ સરકારે આ નવલા યુદ્ધને થંભાવી દેવા માટે આપેલ કોઈ પણ પ્રકારની યાતનાઓ એમને વિચલિત કરી શકી ન હતી; ઊલટું, એમનું હીર અને પરાક્રમ ઉત્તરોત્તર વધતું જ રહ્યું હતું. આ લડત દરમિયાન તેઓએ અનેક વાર મહિનાઓ અને વર્ષો સુધી જેલવાસ પણ સહર્ષ સહન કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org