________________
શ્રી નરહરિભાઈ પરીખ
૩૧૯ હતા; એમની વાત સૌનાં હૈયાં સુધી પહોંચી શકતી. આપણી પ્રજાને અને આપણી સરકારોને, સમભાવ અને સચ્ચાઈની જરા પણ મર્યાદા લોપ્યા વગર, તેઓ ખરેખરી વાત કહી શકતા. એથી કથળેલા રાષ્ટ્રજીવનનું નવસંસ્કરણ થવાની એક મોટી આશા જન્મતી હતી. આવી નીડરતા, આવી સ્પષ્ટવક્નતા અને સાથોસાથ આવી સહૃદયતા એક જ જગાએ મળવી દુર્લભ છે. આજે એ અવાજ ગાજતો બંધ થયો. રાષ્ટ્રજીવનના ગાંધીમાર્ગી રખેવાળ ચાલ્યા ગયા, આપણો ગરીબ દેશ વધુ ગરીબ બન્યો !
પણ આવા ધન્ય પુરુષ માટે શોક કરીએ એ ન છાજે. એ તો વર્ષોથી આરામની ઝંખના કર્યા કરતા હતા. છેવટે જાણે બધું કાર્ય સમેટી લઈને, ચિરશાંતિની તૈયારી કરી લીધી હોય એ રીતે, તેઓ પોતાના કામની સોંપણી કરીને હિંમેશને માટે વિદાય થયા. આવા પુરુષોને ન તો ઘડપણ પડે છે, ન મૃત્યુ મારે છે.
(તા. ૨૦-૯-૧૯૫૨)
(૪) રાષ્ટ્રસેવક નરોત્તમ શ્રી નરહરિભાઈ પરીખ
શ્રી નરહરિભાઈ પરીખનો તા. ૧૫-૭-૧૯૫૭ના રોજ સાંજે બારડોલીના સ્વરાજ્ય-આશ્રમમાં સ્વર્ગવાસ થયો છે, અને સ્વરાજ્યની ઇમારતના પાયામાં પોતાની જાતને ધરબી દેનાર આધારશિલાઓમાંની એક વધુ આધારશિલા અનંતતાના મહાસાગરમાં સદાને માટે વિલીન થઈ ગઈ છે.
રાષ્ટ્રસેવા કાજે પોતાની સુખસાહ્યબી, કુટુંબકબીલો અને ધીકતી આવકને વિસારીને ગાંધીજીને ચરણે જે ચુનંદા સેવકોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું હતું અને ગાંધીજીના જવા પછી પણ જીવનમાં ત્યાગ, બલિદાન અને સેવાની ભાવના જીવંત રાખી હતી, એમાંના એક તે સ્વનામધન્ય સદ્ગત શ્રી નરહરિભાઈ પરીખ.
વકીલાતના મોટે ભાગે સ્વાર્થપરાયણ ધંધાથી જીવનની શરૂઆતમાત્ર કરીને, છેવટે કેવળ રાષ્ટ્રસેવાના પરમાર્થમાં પોતાનું જીવન વિતાવનાર શ્રી નરહરિભાઈ જેવા રાષ્ટ્રસેવકો આજે તો દેશમાં ઓછા ને ઓછા થતા જાય છે. વકીલાત ઉપરાંત સાહિત્યનો શોખ પણ એમને ઠીક-ઠીક હતો. પણ જે પળે એમણે રાષ્ટ્રસેવાની ગાંધીજી પાસેથી દીક્ષા લીધી ત્યારથી ગાંધીજીની ઇચ્છા એ જ એમને માટે આજ્ઞા રહી હતી; અને એ આજ્ઞાનું પાલન કરવામાં એમણે કદી પણ પાછી પાની કરી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org