________________
૩૨૦
અમૃત-સમીપે સ્વરાજ્ય આવ્યા પછી સત્તા અને સંપત્તિએ એક સમયના ખડા સૈનિકોને પણ પોતાના રંગે રંગી દીધા હતા, ત્યારે પણ શ્રી નરહરિભાઈ પોતાનાં અકિંચનભાવ અને નિઃસ્પૃહવૃત્તિ જે રીતે જાળવી શક્યા તેથી આપણું શિર એમની સામે સહજભાવે નમી પડે છે. રાષ્ટ્રની આવી નિર્ભેળ ને નિઃસ્વાર્થ સેવા કરનાર આવા નરોત્તમોના આપણે કેટલા ઓશિંગણ છીએ એનો આંક કાઢવો મુશ્કેલ છે.
શ્રી નરહરિભાઈને એક રાષ્ટ્રસેવક તરીકે તેમ જ સાહિત્યકાર તરીકે આપણે હંમેશાં યાદ કરતા રહીશું, અને એમની પુણ્યસ્મૃતિ આપણને નિર્મળ અને નિઃસ્વાર્થ જીવનની હંમેશાં પ્રેરણા આપતી રહેશે.
(તા. ૨૦-૭-૧૯૫૭)
(૫) વિધાનિષ્ઠ શ્રી ખીમચંદભાઈ શાહ
ભાવનગરની સુવિખ્યાત શ્રી જૈન આત્માનંદ સભાના નિવૃત્ત પ્રમુખ, આજીવન સિદ્ધહસ્ત કેળવણીકાર અને આદર્શ વિદ્યોપાસક સ્વનામધન્ય શ્રીયુત ખીમચંદભાઈ ચાંપશી શાહનો, ભાવનગરમાં, તા. ૮-૫-૧૯૭૮ને રોજ ૮૧-૮૨ વર્ષની પરિપક્વ વયે સ્વર્ગવાસ થયો છે, અને આપણી વચ્ચેથી એક તેજસ્વી નરરત્ન સદાને માટે વિદાય થઈ ગયા છે !
- શ્રી ખીમચંદભાઈનું જીવન એક ઉચ્ચ આદર્શને વરેલ અને એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવી દેવાનો અવિરત અને સદા જાગૃત પુરુષાર્થ કરનાર વ્યક્તિ તરીકે વીત્યું હતું, અને તેથી એમનું વ્યક્તિત્વ વિશેષ ઉજ્વળ, નિર્મળ અને આકર્ષક બન્યું હતું. એમના પરિચયમાં આવનાર વ્યક્તિના અંતર ઉપર એમના સતત કર્તવ્યપરાયણ, સમાજોપયોગી તેમ જ લોકોપકારક વર્તન-વ્યવહાર અને કાર્યની ઊંડી છાપ પડ્યા વગર ન રહેતી.
વિદ્યા અને સાહિત્ય એ શ્રી ખીમચંદભાઈના જીવનવ્યાપી રસવિષયો હતા. આ અદ્ભુત જ્ઞાનરસનું, જિંદગીના છેડા સુધી પોતે પાન કરતા રહીને અને યથાશક્તિ બીજાને પાન કરાવતા રહીને એમણે પોતાના જીવનને વિશેષ કૃતાર્થ અને પવિત્ર બનાવ્યું હતું. જીવનની ત્રણ પચ્ચીસી જ્ઞાનસાધનામાં યશસ્વી રીતે વિતાવી દીધા પછી, થોડાં વર્ષ પહેલાં, આંખમાં મોતિયાની અસર થયા પછી અને શરીર ઉપર લકવાની કેટલીક અસર થયા પછી પણ જ્ઞાનામૃતની ઉપાસના કરવાના એમના જ્ઞાનયજ્ઞમાં ભાગ્યે જ અવરોધ આવવા પામ્યો હતો. આમ જીવન-સંધ્યાના અવસરે હતાશા-નિરાશાની લાગણીથી મુક્ત રહીને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org