SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ અમૃત સમીપે જ્ઞાન અને ક્રિયાના આ વિરલ સુમેળના કારણે જ શ્રી કિશોરલાલભાઈ ગાંધીજીના એક અંતેવાસી જ નહીં, પણ એમના સલાહકાર-મંડળમાં એક આગળ પડતી વ્યક્તિ તરીકે ભારે આદરનું સ્થાન પામ્યા હતા. ગાંધીજીના અંતરના રખેવાળ (Conscious-Keeper) તરીકેની શ્રી મશરૂવાળાની ખ્યાતિ એ બે મહાન આત્માઓ વચ્ચે કેવો સુમેળ અને સંવાદ પ્રવર્તતો હતો એની સાખ પૂરે છે. આત્મશક્તિથી કે મનોબળથી તેઓ જેટલા સશક્ત હતા તેટલા જ તેઓ શરીરે અશક્ત હતા. ભરયુવાન વયે ૩૦-૩૨ વર્ષની ઉંમરે તેઓ દમના વસમા વ્યાધિના શિકાર થયા, અને ત્રણ દાયકા કરતાં ય વધુ વર્ષો લગી એ વ્યાધિ એમને છેવટ સુધી પીડતો જ રહ્યો. આમ છતાં, “શરીર નબળું પડતાં મન પણ નબળું બને” એ વાતને તેમણે પોતાના સંયમના બળે ખોટી ઠરાવી. શરીરની અશક્તિ છતાં, જાણે સામે પ્રવાહે ચાલીને તેમણે એ શરીર પાસેથી ન કલ્પી શકાય એટલું કામ લીધું, અને પોતાની આત્મશક્તિને લઈને, એમાંથી ચિરસ્મરણીય એવાં સુપરિણામો નિપજાવ્યાં – આત્મશક્તિની અનંતતાનો એક જીવંત દાખલો જાણે તેઓ મૂકતા ગયા. સાહિત્યક્ષેત્રે પણ શ્રી મશરૂવાળાનો ફાળો કંઈ નાનોસૂનો નથી. કલમના વિલાસની ખાતર કે કેવળ લખવાની ખાતર તેમણે ભાગ્યે જ કલમ ચલાવી છે. જ્યારે પણ લખ્યું છે ત્યારે કાં તો જરૂરિયાતથી પ્રેરાઈને, કાં તો પોતાના અનુભવની જાહેરમાં ચકાસણી કરાવવાની ભાવનાથી દોરવાઈને. વ્યક્તિગત કે કૌટુમ્બિક ગણી શકાય એવા ઘરગથ્થુ સવાલોના ઉકેલમાં પણ હંમેશાં તેમની સલાહની અપેક્ષા રાખતો એક સારો એવો વર્ગ આ દેશમાં મોજૂદ છે; અને ગાંધીજીની વિચારસરણી મુજબ રચનાત્મક કાર્યને વરેલા દેશસેવકો માટે તો તેઓ ગાંધીજીની ગેરહાજરીમાં એક પ્રખર સલાહકાર જ બની ગયા હતા. આ બધી વિશેષતાઓ છતાં તેમનું અંતર સદાસર્વદા વિનમ્રતાના પમરાટથી જ મઘમઘતું અને એક સંતના જેવું ભાવભર્યું રહ્યું હતું. આવી એક વ્યક્તિના અવસાનથી દેશનાં અનેક ક્ષેત્રોનાં અને વ્યક્તિઓનાં અનેક કાર્યોમાં સાચા રાહબરની મોટી ખોટ આવી પડી છે ; અને કાળના પ્રવાહના વહેવા સાથે એ ખોટ આપણને સવિશેષ લાગવાની છે. પણ સૌથી મોટી ખોટ તો આ કાળે આપણને ડગલે ને પગલે રાષ્ટ્રજીવનના એક સમર્થ રખેવાળની ભાસવાની છે. દેશ સ્વતંત્ર થયો; પણ સ્વાતંત્ર્યનું એ નવનીત પ્રજા-દેહમાં પચી જાય તે પહેલાં જ ગાંધીજી ચાલ્યા ગયા. પરિણામે રાષ્ટ્ર-જીવનમાં એ નવનીતે ઠંડી તાકાતના બદલે ઉન્માદને જન્મ આપ્યો. આ ઉન્માદનું વારણ કરી શકે એવા રાષ્ટ્ર-રખેવાળો આપણે ત્યાં બહુ ઓછા છે. શ્રી મશરૂવાળા એ બધાના મોવડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy