SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી ૨૪૧ પુત્રી ઇન્દુ, પુત્ર ધનસુખ, પુત્ર હસમુખ, પુત્રી હંસા અને પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ મુનિશ્રી હેમચંદ્રવિજયજી. આજથી ચાલીસ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૯૩ના પોષ સુદ પૂનમના રોજ એમનો જન્મ થયેલો. હીરાભાઈ વેપાર માટે પોતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા અને સાબરમતીમાં વસ્યા. હસમુખભાઈની ઉંમર તો નાની હતી, પણ ભાવિનો કોઈ શુભ સંકેત કહો, કે એને બચપણથી જ રમત-ગમત તરફ ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ તરફ વધુ રુચિ હતી. બુદ્ધિ પણ એવી તેજસ્વી કે થોડું ભણે અને કોઠામાં વધારે વસી જાય. અને આ બધાં કરતાં વધારે આકર્ષણ એમને ધર્મ તરફ હતું. દસ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવાએવા ભાવ જાગતા કે વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને ઉજમાળ બનાવું. વિ. સં. ૨૦૦૨ની સાલનું પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજીનું ચોમાસું મુનિ શ્રી દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરન્ધરવિજયજી આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તો મનગમતો સુયોગ મળી ગયો. એમની ધર્મરુચિને ખીલવવાનો અવસર મળ્યો. આ પછીના વર્ષે વિ. સં. ૨૦૦૩નું ચોમાસું સાબરમતીમાં પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું થયું. એમની સાથે આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસૂરિજી, આ.મ. શ્રી વિજયનંદનસૂરિજી, મુનિશ્રી મેરુવિજયજી, મુનિશ્રી દેવવિજયજી વગેરે હતા. આ પ્રસંગે હસમુખભાઈની ત્યાગવૈરાગ્ય-સંયમની ભાવનાનો વિકાસ ક૨વામાં ખાતર-પાણીનું કામ કર્યું, અને એને સંસારનો ૨સ ફિક્કો લાગવા લાગ્યો. પછી તો એણે શાળાનો અભ્યાસ છોડીને અમદાવાદમાં લુણસાવાડમાં ચાતુર્માસ રહેલ પૂજ્ય મુનિરાજશ્રી મેરુવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયમેરુપ્રભસૂરિજી) અને પૂજ્ય મુનિરાજશ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી)ના સાંનિધ્યમાં રહીને, સંસ્કૃત ભાષા અને ધર્મશાસ્ત્રોનો પ્રાથમિક અભ્યાસ કર્યો. એમનું ચિત્ત ખૂબ શાંતિ અને આહ્લાદ અનુભવી રહ્યું. બે-ત્રણ વર્ષ સુધી સાધુ-મહાત્માઓનો સતત લાભ મળવાને લીધે હસમુખભાઈનું મન ત્યાગમાર્ગનો સ્વીકાર કરવા માટે ખૂબ ઉત્સુક બની ગયું. આ સંકલ્પ એવો હતો કે એમાંથી પાછા ફરવાપણું ન હતું. કુટુંબના વડીલો પણ એના આ સંકલ્પને પામી ગયા, અને એની આડે અવરોધ મૂકવાને બદલે એમણે એને વધાવી લીધો. પરિણામે વિ. સં. ૨૦૦૫ના મહાવિદ પના રોજ કોઠ મુકામે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy