________________
૨૪૨
અમૃત-સમીપે પરિવાર અને ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં પૂજ્ય મુનિરાજ શ્રી મેરુવિજયજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપી; એમનું નામ હેમચંદ્રવિજયજી રાખી પૂજ્ય મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય કર્યા.
બાર વર્ષના બાળભિક્ષુ મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તો મનગમતી અમૂલ્ય અને અપૂર્વ વસ્તુ મળ્યાનો આનંદ થયો. તેઓ જ્ઞાન-ધ્યાન-તપસ્યા અને ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. વિદ્યાર્થિતા, વિનય, વૈયાવચ્ચ, વિવેકશીલતા, વિનમ્રતા એમનાં સાથી બન્યાં.
દીક્ષા લીધા પછી પૂરાં બાર વર્ષ સુધી તેઓ અધ્યયનમાં લીન બની ગયા. એમણે વ્યાકરણની “આચાર્ય પરીક્ષા પસાર કરી, પ્રાચીન અને નવીન ન્યાયશાસ્ત્રનો તથા કાવ્યનો અભ્યાસ કર્યો અને જૈન ધર્મના પ્રાણરૂપ અને સંયમના આધારરૂપ આગમસૂત્રોનું અધ્યયન કર્યું અને સંપાદનપદ્ધતિનો બોધ મેળવીને પોતાની જ્ઞાનોપાસના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યો. જ્ઞાનોપાસનાની સાથે-સાથે તેઓ અધ્યાપન તેમ જ ગ્રંથોનાં સર્જન-સંપાદન દ્વારા પોતાની વિદ્યાવૃત્તિ આગળ વધારવા લાગ્યા. સંસ્કૃત શ્લોકોની અને વિશેષ કરીને આર્યા છંદના શ્લોકોની રચના કરવાની એમની નિપુણતા એમની પ્રત્યે વિશેષે આદર ઉત્પન્ન કરે એવી છે.
વર્ધમાન તપની ઓળી, વીસસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે તેમની સુન્દર તપસ્યા પણ અનુમોદન કરાવે તેવી છે.
કુટુંબ મૂળથી જ ધર્મના રંગે રંગાયેલું; એમાં કુટુંબના આવા પનોતા પુત્રે ત્યાગધર્મનો ભેખ ધારણ કર્યો, એટલે પછી એની અસર કુટુંબીજનો ઉપર થયા વગર કેવી રીતે રહે ? એમના પગલે કુટુંબની ચાર વ્યક્તિઓએ સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. વિ. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; એમનું નામ હેમલતાશ્રી પડ્યું. વિ. સં. ૨૦૧૨માં માતુશ્રીએ દીક્ષા લીધી; એમનું નામ શ્રી પઘલતાજી. વિ. સં. ૨૦૧૭માં નાના ભાઈ પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી. તેઓ ઉપાધ્યાય શ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય બન્યા. વિ. સં. ૨૦૧૭માં જ પિતાશ્રીએ પણ દીક્ષા લીધી; એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને તેઓ પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હોય, એની ધર્મપરાયણતા આગળ સહસા મસ્તક ઝૂકી જાય છે.
પૂજ્ય ઉપાધ્યાયજી શાસનસમ્રાશ્રીજીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે; એટલું જ નહીં, પણ સં. ૨૦૦૫માં શાસનસમ્રાટશ્રીજી વિરાજતા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org